જો તમને કોઈ કહે કે, તમારા શરીરમાંથી જ સ્માર્ટફોન અથવા કોઈ ગેજેટ ચાર્જ થઈ જાય તો તમને મજાક લાગશે, પરંતુ આ સત્ય છે કે, આગામી સમયમાં પોતાના જ શરીરમાંથી ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ચાર્જ કરી શકશે. જર્નલ રિન્યૂઅલ એનર્જીમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે થર્મોસેલની મદદથી માણસના શરીર, આસપાસના વાતાવરણ અને તાપમાનથી ઈલેક્ટ્રિસિટી પૈદા કરી શકાય છે. થર્મોલેસ ટાઈપની ડિવાઈસ સેમીકંડક્ટરની સરખામણીમાં શ્રેષ્ઠ છે, પરંતુ આઉટપુટના મામલામાં હાલમાં કમજોર પણ છે.
વપરાશ ઉર્જા માટે કરી શકાય છે
આ સમસ્યાનુ સમાધાન કરતા રૂસની નેશનલ યૂનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી MISis ના વૈજ્ઞઆનિકોએ થર્મોસેલની સાથે મેટલ ઓક્સાઈડ ઈલેક્ટ્રોડ અને એક્યુઅસ ઈલેક્રોલાઈટને લઈને અધ્યયન કર્યુ છે. સંશોધનકર્તાઓના પ્રમાણે, માણસના શરીરના તાપમાનનો વપરાશ ઉર્જા માટે કરી શકાય છે.
સમય સુધી સંચય કરી રાખી શકે છે
તેમનું કહેવુ છે કે, ભવિષ્યમાં એક ઈલેક્ટ્રોકેમિકલ સુપરકેપેસિટર બનાવી શકાય છે. જો કોઈ ગરમ સપાટી પરથી ચાર્જ થઈ શકે છે અને ઉર્જાને લાંબા સમય સુધી સંચય કરી રાખી શકે છે. અધ્યયન કરી રહેલા વૈજ્ઞાનિકોના પ્રમાણે આ ટેકનીકનો વપરાશ કરી ભવિષ્યમાં એવા કપડા બનાવી શકશો જેમાં ઈલેક્ટ્રોનિક્સ બેટરી હશે જે શરીર અને વાતાવરણના તાપમાનથી ચાર્જ થવામાં સક્ષમ હશે.
0.2 વોલ્ટનું આઉટપુટ આપી શકે
આ પ્રકારની થર્મોસેલ 0.2 વોલ્ટનું આઉટપુટ આપી શકે છે. જોકે, તે માટે 85 ડિગ્રી સુધીના તાપમાનની જરૂરિયાત હશે. તો વૈજ્ઞાનિકોનું પણ એ કહેવુ છે કે, ભવિષ્યમાં આ આઉટપુટને વધારી પણ શકાય છે.