એક એવા ઓટો રિક્ષાનો વીડિયો શેર થયો છે. જેમાં Wi-Fi, વોશ-બેસીન, સેનિટાઈઝર,પોટ્સ, કચરા માટે બે ડસ્ટબિન રાખવામાં આવ્યા છે.આ અનોખા પ્રકારના ઓટોની ફોટો શેર કરતા આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યુ છે કે, Covid-19 થી સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપ્યુ છે. આ ફોટોનો વીડિયો આર્થિક રાજધાની ગણાતી મુંબઈનુ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી બચાવ માટે હાથને હંમેશા ધોવો, સેનેટાઈજેશન કરવુ, માસ્ક લગાવવુ, સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરવુ જરૂરી છે. એવામાં આ પ્રકારનો યૂનિક ઓટો રસ્તા પર ચાલવો પોતાનામાં જ હટકે છે.
Tuesday, May 7