બેન્કના શેરના ભાવ ગગડતાં માર્કેટ વેલ્યુ ઘટી
2018માં યસ બેન્કના શેરનો ભાવ 400 રૂપિયાથી વધુ હતો જે આજે 32 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેની અસર બેન્કની માર્કેટ વેલ્યૂ પર પડી છે. જેને લઇને યસ બેન્કની આજે 8,161 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. જે સપ્ટેમ્બર 2018માં બેન્કની માર્કેટ કેપ 80 હજાર કરોડ રૂપિયા હતી. આમ બેન્કના માર્કેટ કેપમાં 70 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
યસ બેન્કના નેટ પ્રોફિટ એટલે કે નફાની વાત કરીએ તો ગત છેલ્લા એક નાણાંકીય વર્ષમાં 2,505 કરોડ રૂપિયા ઓછો થયો છે. નાણાંકીય વર્ષ 2019માં યસ બેન્કનો નેટ પ્રોફિટ 1720 કરોડ રૂપિયા સુધીનો હતો. જે અગાઉ નાણાંકીય વર્ષ 2018માં 4,225 કરોડ રૂપિયાનો હતો. જો નોન પરફોર્મિંગ અસેટ (NPA)ની વાત કરીએ તો નેટ અને ગ્રોસ બંનેમાં વધારો થયો છે.
શું કામ યસ બેન્કની આવી પરિસ્થિતિ થઇ?
ગત છેલ્લા થોડા વર્ષમાં બેન્કને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે. જેમાં સૌથી મોટો રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી લાગ્યો છે. ગત વર્ષે આરબીઆઇને લાગ્યું કે પોતાના ડૂબી ગયેલ દેવુ (NPA) અને બેલેન્સસીટમાં કોઇ ગડબડી કરી રહ્યું છે. જેના કારણે આરબીઆઇએ યસ બેન્કના ચેરમેન રાણા કપૂરને પદ પરથી દૂર કર્યા. બેન્કના ઇતિહાસમાં પ્રથમ વખત હતું કે ચેરમેનને આ રીતે પદ પરથી હટાવવામાં આવ્યાં. આ સિવાય આરબીઆઇએ બેન્ક પર કેટલાક પ્રતિબંધ લગાવ્યાં. હાલમાં જ બેન્કે સ્વિફ્ટ મેસેજિંગ સોફટવેર સાથે જોડાયેલ દિશા-નિર્દેશનુ પાલન નહી કરવાને લઇને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. યસ બેન્કની બરબાદીનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે ખરાબ પ્રદર્શન કરનારી દુનિયાની ટોપ-10 બેન્કની યાદીમાં સામેલ થઇ ગઇ છે.
બેન્કના પ્રમોટર પોતાના હિસ્સાનું કરી રહ્યાં છે વેચાણ
યસ બેન્કની બરબાદીની વચ્ચે બેન્કના પ્રમોટર પોતાનો હિસ્સાનું વેચાણ કરી રહ્યાં છે. હાલમાં જ રાણા કપૂરે પોતાના જૂથ એકમમાંથી 2.16 ટકા હિસ્સો 510 કરોડ રૂપિયામાં વેચાણ કર્યો. આ અગાઉ પણ યસ કેપિટલે ગત અઠવાડિયે 1.8 ટકા ભાગનું વેચાણ કર્યું હતું.