તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને બાકીના ચોમાસુ સત્ર માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજની કાર્યવાહી દરમિયાન જાહેરાત કરી છે કે તૃણમૂલ સાંસદ ડેરેક ઓ’બ્રાયનને બાકીના ચોમાસા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડેરેક ઓ’બ્રાયનનું સસ્પેન્શન એવા દિવસે આવ્યું છે જ્યારે સંસદમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો છે. આ પ્રસ્તાવ પર આજે લોકસભામાં ચર્ચા થશે. આ પછી, બુધવાર અથવા ગુરુવારે અવિશ્વાસ મતની અપેક્ષા છે.
ગઈકાલે એટલે કે સોમવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર અને TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન પર પ્રચાર માટે ગૃહમાં નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ દરમિયાન જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદે પોતાનું ભાષણ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 સુધી મર્યાદિત કરવાનો ઇનકાર કર્યો તો જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા. ત્યારબાદ અધ્યક્ષે ઓ’બ્રાયનને કહ્યું, “તે તમારી આદત બની ગઈ છે. તમે આ એક વ્યૂહરચના તરીકે કરી રહ્યા છો. તમને લાગે છે કે તમે બહાર પ્રચારનો આનંદ માણશો. તમે આ ગૃહને બરબાદ કરી દીધું છે.”
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube