લોકસભામાં આજે હોબાળા અને વિ૫ક્ષના સુત્રોચ્ચાર વચ્ચે ભાષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,કોંગ્રેસે ભારતનું વિભાજન કર્યું અને દેશના ટુકડા કરીને જે ઝેર રેડ્યું તેની કિંમત દેશ ચૂકાવી રહ્યો છે. રોજગાર વિશે કોંગ્રેસ પર વરસ્યા મોદી નોકરીની ભીખ નહી સ્ટાર્ટઅપ ઇચ્છે છે અાજનો યુવાવર્ગ.
નરેન્દ્ર મોદીએ કહ્યું લોકતંત્રમાં સૌને બોલવાનો હક છે. પરંતુ સદનને બંધક બનાવવાનો હક કોઇને પણ નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ કોઇ દળ કે પાર્ટીના નથી હોતા. આપણા દેશમાં રાજ્યોની રચના અટલ બિહારી વાજપેયી પણ કરી હતી. તેમણે ત્રણ રાજ્યોની રચના કરી હતી. પરંતુ કોઇ હંગામો થયો નહોતો. કોઇપણ રાજ્યને કોઇપણ સમસ્યા નહોતી થઇ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે ભારતનું વિભાજન કર્યું અને દેશના ટુકડા કર્યા અને જે ઝેર વાવ્યું તેના કારણે આ હંગામો થઇ રહ્યો છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્કિલ ઇંડિયા જેવી યોજનાઓથી મધ્યવર્ગી નવયુવાનોની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે છે.