Zomato: ઝોમેટોએ તેનું નામ બદલ્યું, હવે આ નામે ઓળખાશે
Zomato નિયમનકારી ફાઇલિંગ અનુસાર, ઝોમેટોના ડિરેક્ટર બોર્ડે કંપનીનું નામ ‘ઝોમેટો લિમિટેડ’ થી બદલીને ‘ઇટર્નલ લિમિટેડ’ કરવાની મંજૂરી આપી છે.
Zomato ગુરુવારે એક નિયમનકારી ફાઇલિંગ અનુસાર, ઝોમેટોના ડિરેક્ટર બોર્ડે કંપનીનું નામ ‘ઝોમેટો લિમિટેડ’ થી બદલીને ‘ઇટર્નલ લિમિટેડ’ કરવાની મંજૂરી આપી છે.કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “અમે જણાવવા માંગીએ છીએ કે કંપનીના ડિરેક્ટરોએ 6 ફેબ્રુઆરી, 2025 ના રોજના ઠરાવ દ્વારા કંપનીનું નામ ‘ઝોમેટો લિમિટેડ’ થી બદલીને ‘ઇટર્નલ લિમિટેડ’ કરવાની મંજૂરી આપી છે.”
ઝોમેટો એપનું નામ બદલવામાં આવશે નહીં, પરંતુ સ્ટોક ટીકર ઝોમેટોમાંથી બદલીને ઇટરનલ કરવામાં આવશે. ઇટરનલમાં ચાર મુખ્ય વ્યવસાયો (હાલ મુજબ) હશે – ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યુર.
#Zomato changes the name of its company and stock to #Eternal.
CEO @deepigoyal explains the rationale.
Read: https://t.co/c5C8kukWeQ pic.twitter.com/Yld8GfDkhf
— NDTV Profit (@NDTVProfitIndia) February 6, 2025
કંપનીએ નામ બદલીને ‘ઇટર્નલ’ કેમ રાખ્યું?
BSE ને ફાઇલ કરેલા પત્રમાં, Zomato ના ગ્રુપ CEO અને સહ-સ્થાપક, દીપિન્દર ગોયલે જણાવ્યું હતું કે, “જ્યારે અમે Blinkit ને હસ્તગત કર્યું, ત્યારે અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે આંતરિક રીતે ‘Eternal’ (Zomato ને બદલે) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે Zomato થી આગળ કંઈક આપણા ભવિષ્યનું મહત્વપૂર્ણ ચાલક બનશે, ત્યારે અમે જાહેરમાં કંપનીનું નામ બદલીને Eternal રાખીશું. આજે, Blinkit સાથે, મને લાગે છે કે અમે ત્યાં પહોંચી ગયા છીએ. અમે Zomato Limited, કંપની (બ્રાન્ડ/એપ નહીં) નું નામ બદલીને Eternal Limited રાખવા માંગીએ છીએ.”