એશિયા કપ પહેલાં મોટો ફેરફાર: અજિંક્ય રહાણેએ છોડી કેપ્ટનશીપ
એશિયા કપ 2025 નજીક આવી રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટમાં નવા ફેરફારો સતત સામે આવી રહ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય પરંતુ ઘરેલુ સ્તર પર પણ હલચલ જોવા મળી રહી છે. અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ મુંબઈ રણજી ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે, અને સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં એક ખેલાડી તરીકે ટીમ માટે તેઓ ઉપલબ્ધ રહેશે. આ પગલાને કારણે હવે મુંબઈ માટે નવા નેતૃત્વની શક્યતા ઉભી થઈ છે.
રહાણેએ કહ્યું – “હવે યુવાનોને તક આપવાનો સમય”
રહાણેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈની કેપ્ટનશીપ કરવી મારા માટે ગૌરવની વાત રહી છે. જોકે હવે મને લાગે છે કે નવાં નેતૃત્વને વિકસાવવાનો સમય આવી ગયો છે.” તેઓએ સ્પષ્ટ કર્યો કે તેઓ એક રમતવીર તરીકે રમવાનું ચાલુ રાખશે અને નવી રણજી સિઝન માટે ખૂબ ઉત્સાહિત છે.
અજિંક્ય રહાણેએ અત્યાર સુધીમાં મુંબઈ માટે 70 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને 186થી વધુ મેચ રમ્યા છે. તેમની ગણી શકાય તેવી કારકિર્દી હવે નવી ભૂમિકામાં આગળ વધશે.
ચેતેશ્વર પૂજારાની વાપસીનું સંકેત
બીજી તરફ, અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની રણજી ટ્રોફી માટે વાપસી પણ ખૂબ ચર્ચામાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પૂજારાએ પોતાના મનમાં સ્પષ્ટ કર્યું છે કે તે આગામી રણજી સિઝનમાં રમવા માટે તૈયાર છે. આ સમાચાર સૌરાષ્ટ્ર ટીમ માટે મોટો બૂસ્ટ સાબિત થઈ શકે છે.
પૂજારાએ છેલ્લે જૂન 2023માં ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, ત્યારથી તેમને ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફી માટે પણ પસંદગીકારોએ તેમને પસંદ ન કરતા કહ્યું હતું કે તેઓ યુવા ખેલાડીઓ પર ધ્યાન આપી રહ્યા છે.
રણજી ટ્રોફી શરૂ થશે 15 ઓક્ટોબરથી
મુંબઈ ટીમ હવે નવા કેપ્ટન માટે તૈયાર થઈ રહી છે, અને સૌરાષ્ટ્ર પણ ચેતેશ્વર પૂજારાની રાહ જોઈ રહી છે. રણજી ટ્રોફીની નવી સીઝન 15 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જેમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ કર્ણાટક સામે રમશે.
આ ફેરફારો દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ હવે નવું દિશા લઈ રહ્યું છે – જ્યાં અનુભવી ખેલાડીઓ માર્ગદર્શન આપશે અને યુવા ખેલાડીઓ નવી ભુમિકામાં આગળ વધશે.