પીએમ મોદી ચીન મુલાકાત: SCO સમિટમાં ભારતનું નેતૃત્વ, જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો
જાપાનનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ચીન પહોંચ્યા હતા. તેઓ ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન તિઆનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લઈ રહ્યા છે. રવિવારે, પીએમ મોદીએ SCO સમિટમાં હાજરી આપવા ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જેમાં બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વાટાઘાટો દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે સરહદ વ્યવસ્થાપન અંગે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે એક સમજૂતી થઈ છે, જે ભવિષ્યમાં સીમા વિવાદોને ઉકેલવામાં મદદ કરશે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા અંગે પણ એક કરાર થયો છે, જે કનેક્ટિવિટી અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા બદલ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનો આભાર વ્યક્ત કર્યો હતો.
Met PM Mostafa Madbouly of Egypt at the SCO Summit. Fondly recalled my Egypt visit a few years ago. India-Egypt friendship is scaling newer heights of progress! pic.twitter.com/SvPSY7llZ8
— Narendra Modi (@narendramodi) August 31, 2025
SCO માં અન્ય નેતાઓ સાથે મુલાકાત
પીએમ મોદીએ SCO સમિટ દરમિયાન અન્ય દેશોના વડાઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે તેઓ ઇજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા માદબૌલીને મળ્યા હતા. પીએમ મોદીએ પોતાની ભૂતકાળની ઇજિપ્ત મુલાકાતની યાદો તાજી કરી અને કહ્યું કે ભારત અને ઇજિપ્ત વચ્ચેની મિત્રતા નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે.
Glad to have met President Alexander Lukashenko of Belarus. We both are very optimistic about the beneficial opportunities ahead as far as our nations are concerned. pic.twitter.com/GWd2k5Xs33
— Narendra Modi (@narendramodi) August 31, 2025
આ ઉપરાંત, પીએમ મોદીએ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથે પણ મુલાકાત કરી. તેમણે સંદેશમાં લખ્યું કે તેઓ લુકાશેન્કોને મળીને ખુશ છે અને બંને દેશો વચ્ચે ભવિષ્યમાં ફાયદાકારક તકો અંગે આશાવાદી છે. આ મુલાકાતો ભારતની વિદેશ નીતિને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.