Video: નાની છોકરીની સામે કિંગ કોબ્રા, જોઈને તમે ચોંકી જશો!
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ખાલી રૂમ દેખાય છે અને દરવાજાની બહાર એક કાળા રંગનો કોબ્રા બેઠેલો છે. આ જ સમયે, પાછળથી એક નાની બાળકી દરવાજો ખોલે છે અને અચાનક તેની સામે ફણ ઉઠાવેલો કિંગ કોબ્રા ફૂંફાડા મારતો જોવા મળે છે. બાળકી જેવી જ બહાર આવે છે, કોબ્રા ફણ ઉંચો કરીને લહેરાતો આગળ વધવા લાગે છે. બાળકી ડરી જાય છે અને ગભરાઈને ત્યાંથી ભાગે છે. વીડિયોમાં આગળ જોવા મળે છે કે કોબ્રા પણ આગળ વધવાનો પ્રયાસ કરે છે અને ધીમે ધીમે આગળ વધવા લાગે છે, અને અહીં જ આ ક્લિપ સમાપ્ત થાય છે
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @dientuhaitien નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 29 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 46 હજારથી વધુ લાઈક્સ મળી છે. કોમેન્ટમાં લોકો છોકરીના નસીબના વખાણ કરી રહ્યા છે, અને કેટલાકે કહ્યું કે સાપની ધીમી ગતિનું કારણ ફ્લોર હતું, જેના કારણે છોકરી સુરક્ષિત રીતે બચી ગઈ.
તમે પણ આ રોમાંચક વિડિઓ જુઓ અને વિચારો કે જો આવો સાપ અચાનક તમારી સામે આવી જાય તો તમે શું કરશો?