Instagram YouTube: રીલ બનાવી અને મેળવો 15,000 રૂપિયાનું ઇનામ

Roshani Thakkar
3 Min Read

Instagram YouTube: રીલ મેકિંગથી કમાવો સરકારી સહાયનો લાભ

Instagram YouTube: ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થતા ભારત સરકારે એક રીલ સ્પર્ધા યોજી છે. આ સ્પર્ધામાં જીતનારને 15 હજાર રૂપિયાનો રોકડ ઇનામ આપવામાં આવશે. અહીં જાણો કે તમે કેવી રીતે રીલ બનાવી શકો છો, કયા લિંક પર અપલોડ કરી શકો છો અને હજારો રૂપિયા જીતવાની તક મેળવી શકો છો.

Instagram YouTube: ભારત સરકારના મહત્ત્વાકાંક્ષી ‘ડિજિટલ ઇન્ડિયા’ કાર્યક્રમને પૂર્ણ થયા છે 10 વર્ષ. આ ખાસ અવસરે, સરકારે એક અનોખો સ્પર્ધા શરૂ કર્યો છે, જેને “A Decade of Digital India – Reel Contest” નામ આપવામાં આવ્યું છે. આ સ્પર્ધા 1 જુલાઇ 2025 થી શરૂ થઈ અને 1 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.

આ કોન્ટેસ્ટમાં શું છે?

આ કોન્ટેસ્ટ ખાસ તે લોકો માટે છે જેમણે ડિજિટલ ઇન્ડિયાના કારણે પોતાની જિંદગીમાં કોઈ મોટો બદલાવો અનુભવ્યો હોય.

જો તમારી જિંદગીમાં ઓનલાઇન સર્વિસીસ, ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવા અથવા નાણાકીય સાધનો દ્વારા સકારાત્મક અસર પડી હોય, તો હવે તે અનુભવોને એક ક્રિએટિવ રીલમાં રજૂ કરવાનો આ અવસર છે.

Instagram YouTube

જીતનારાઓને મળશે ઈનામ

સરકાર આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને રોકડ ઈનામ આપે છે. ટોચના 10 જીતનારાઓને ₹15,000 રુપિયાનો ઇનામ મળશે, ત્યારબાદ 25 ભાગ લેનારાઓને ₹10,000 અને આગળના 50 પસંદ થયેલા લોકોને ₹5,000 રૂપિયાનો ઈનામ આપવામાં આવશે.

રીલ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો

  • રીલની લંબાઈ ઓછામાં ઓછા 1 મિનિટ હોવી જોઈએ.

  • વિડિયો ઓરિજિનલ હોવો જોઈએ અને અગાઉ ક્યારેય પોસ્ટ ન કરવામાં આવ્યો હોય.

  • રીલ હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ ભારતીય ભાષામાં બનાવી શકાય.

  • રીલ પોર્ટ્રેટ મોડમાં અને MP4 ફોર્મેટમાં હોવી જરૂરી છે.

  • રીલનો વિષય “ડિજિટલ ઇન્ડિયાએ તમારા જીવનમાં કેવા બદલાવ લાવ્યો” એ પર આધારિત હોવો જોઈએ.

Instagram YouTube

રીલ કયાં અને કેવી રીતે મોકલવી?

આ સ્પર્ધા સંબંધિત તમામ માહિતી અને રીલ અપલોડ કરવાની લિંક સરકારની અધિકૃત વેબસાઇટ પર મળશે:
https://www.mygov.in/task/decade-digital-india-reel-contest

ડિજિટલ ઇન્ડિયાએ બદલાવી દ્રશ્યપટ

2015 માં શરૂ થયેલો ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ આજે ગામથી લઈને શહેર સુધી લોકોને ટેકનોલોજી સાથે જોડીને, ઓનલાઈન સરકારી સેવાઓ અને ડિજિટલાઇઝેશન દ્વારા પારદર્શિતા વધારી છે. ડિજિટલ હેલ્થ રેકોર્ડ, આધાર લિંક સેવાઓ, UPI ટ્રાન્ઝેક્શન જેવી સુવિધાઓ આ સફળતાના ઉદાહરણ છે. હવે સરકાર ઈચ્છે છે કે લોકો પોતાની આ સફળતાની કહાણી રીલ દ્વારા ઉજવશે. જો તમારી પાસે પણ કોઈ પ્રેરણાદાયક ડિજિટલ ઇન્ડિયા સ્ટોરી હોય તો તેને રીલ બનાવી મોકલી શકો છો.

Share This Article