ન્યૂયોર્કનાં બ્રોન્કસ વિસ્તારમાં ભયંકર આગ લાગવાની ઘટના સર્જાઈ જેમાં 19 લોકોનાં કરૂણ મોત નિપજયા છે. મૃતકોમાં નવ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 32 લોકો હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને લોકોની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. આગ એક એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે લાગી હતી. શરૂઆતની તપાસ કરતા સામે આવ્યું છે કે આગનું કારણ ઈલેક્ટ્રીક હીટર હોવાનું સામે આવ્યું છે.હીટર ખરાબ થતાં જોરદાર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ત્યાર પછી આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળે પહોંચી ગઈ હતી.પછી આગની જવાળા એટલાં બધાં ફેલાઈ ગયા હતા કે એપાર્ટમેન્ટના અન્ય માળે પર પહોંચી હતી.આગને લીધે ઘટનાસ્થળે 200 ફાયર બ્રિગેડની ટીમ પહોંચી મોટા પાયે રૅસ્ક્યૂ શરૂ કર્યું હતું. કેટલાક લોકો બચી ગયા હતા.તો કેટલાક આગની જવાળાઓમાં કાળનો કોળિયો બની ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે તે ન્યુયોર્ક સિટી માટે ખૂબ જ ભયાનક અને પીડાદાયક ક્ષણ હતી આગની આ ઘટના આ શહેરને સતાવતી રહેશે તેમણે કહ્યું કે આગમા ઘણી મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા હતા. 32 લોકોની હાલત ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે મેયરે જણાવ્યું હતું કે આગને ન્યૂયોર્કના સૌથી ખરાબ અકસ્માતોમાં ગણવામાં આવશે. આ દેશની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક છે. આગ પર કાબૂ મેળવવા માટે 200 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ બ્રોન્ક્સ પ્રાણીસંગ્રહાલયની પશ્ચિમમાં 19 માળની ઇમારતમાં લાગી હતી. આગ સવારે 11 વાગ્યાની આસપાસ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળેથી ફેલાઈ હતી.