સંયુક્ત આરબ અમીરાત (UAE)માં હુમલાના આવ્યા સમાચાર . સાઉદી અરેબિયા બાદ યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ યુએઈ પર હુમલા શરૂ કરી દીધા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર અબુ ધાબીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે બે વિસ્ફોટ થયા હતા આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે જેમાં બે ભારતીય નાગરિકો અને એક પાકિસ્તાની નાગરિક છે,જ્યારે છ લોકો ઘાયલ થયા છે કે આ હુમલો ડ્રોન દ્વારા થયો છે ઈરાન આધારભૂત હુથી બળવાખોરઓએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સંગઠને એક નિવેદનમાં કહ્યું કે તે UAE પર હુમલા કરશે. UAEના સ્થાનિક મીડિયા અનુસાર એરપોર્ટ પર અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના પેટ્રોલ લઈ જતું ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેન્કરમાં આગ લાગ્યા પહેલા આકાશમાં ડ્રોન જેવી આકાર જોવા મળ્યો હતો જે બે અલગ-અલગ વિસ્તારોમાં પડી હતી
અબુ ધાબીના પોલીસે જણાવ્યું કે ત્રણ ઓઈલ ટેન્કરમાં આગ અને એરપોર્ટની બહારના ભાગમાં નાની આગ ડ્રોન વિસ્ફોટને કારણે થઈ શકે છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ત્રણેય ઓઈલ ટેન્કરમાં સૌથી પહેલા મુસાફા વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો હુથીઓ આગામી કલાકોમાં સંયુક્ત આરબ અમીરાતમાં એક મોટી લશ્કરી કાર્યવાહી હાથ ધરવાની યોજના ધરાવે છે.ગયા વર્ષે ઓગસ્ટ 2021માં હુથી વિદ્રોહીઓએ સાઉદી એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. આ પહેલા ફેબ્રુઆરી 2021માં હુથી વિદ્રોહીઓએ દક્ષિણ સાઉદી અરેબિયાના એક એરપોર્ટ પર ડ્રોન વડે હુમલો કર્યો હતો જેના કારણે નાગરિક વિમાનમાં આગ લાગી હતી. હુથી વિદ્રોહીઓએ અગાઉ સાઉદી એરપોર્ટને નિશાન તાક્યું હતું