Azerbaijan Airline Plane Crash: રશિયાએ અઝરબૈજાનનું વિમાન તોડી પાડ્યું હતું, પુતિને માફી માંગી; આ કારણ આપ્યું
રશિયાએ સ્વીકાર્યું કે તેના વાયુ સંરક્ષણ દળોએ યુક્રેનિયન ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં અઝરબૈજાન એરલાઇન્સના વિમાનને નિશાન બનાવ્યું હતું
આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા, જેમાંથી 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા
Azerbaijan Airline Plane Crash : અઝરબૈજાન એરલાઇન્સના પ્લેન ક્રેશને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક દેશે આની જવાબદારી લીધી છે. રાષ્ટ્રપતિએ માફી માંગી છે. ચાલો આ બાબત વિશે વિગતવાર જાણીએ.
અઝરબૈજાન એરલાઈન્સ પ્લેન ક્રેશ મામલે હવે મોટી માહિતી સામે આવી છે. રશિયાએ વિમાનને તોડી પાડવાની જવાબદારી લીધી છે. રશિયાએ શનિવારે સ્વીકાર્યું હતું કે તેના વાયુ સંરક્ષણ દળોએ યુક્રેનિયન ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં અઝરબૈજાન એરલાઇન્સના વિમાનને નિશાન બનાવ્યું હતું. ક્રેમલિને દાવો કર્યો છે કે વિમાને રશિયાના ગ્રોઝની એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે યુક્રેનિયન ડ્રોન રશિયા પર હુમલા કરી રહ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ માટે માફી માંગી છે.
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના બુધવારે લગભગ 12.30 વાગ્યે કઝાકિસ્તાનના એકટનમાં થઈ હતી. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 62 લોકો સવાર હતા. જેમાંથી 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુસાફરો મૂળ રશિયા, અઝરબૈજાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનના હતા. વિમાને અઝરબૈજાનની રાજધાની બાકુથી ઉડાન ભરી હતી. તે રશિયાના દક્ષિણ પ્રદેશ ગ્રોઝનીમાં ઉતરવાનું હતું .આ પહેલા પણ પ્લેન એકટન પાસે પડી ગયું હતું. ક્રેમલિને તેને ભૂલ ગણાવી છે. ક્રેમલિન અનુસાર, વિમાનને યુક્રેનિયન ડ્રોન સમજીને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ક્રેમલિનના જણાવ્યા અનુસાર, પ્લેન વારંવાર એરપોર્ટ પર ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું. જે પોતાની નિર્ધારિત ફ્લાઇટમાં હતા. આ સમય દરમિયાન, યુક્રેન વ્લાદિકાવકાઝ, ગ્રોઝની અને મોઝડોક વિસ્તારોમાં ડ્રોન હુમલાઓ કરી રહ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ સંબંધમાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવને એક પત્ર પણ મોકલ્યો છે. જેમાં પુતિને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી માફી માંગી છે. પુતિને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પુતિને અકસ્માત અંગે ફોન પર અલીયેવ સાથે પણ વાત કરી હતી.
યુક્રેન અને અમેરિકાના નિવેદનો સામે આવ્યા છે
પ્રથમ વખત અકસ્માત અંગે ક્રેમલિનની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકી વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું કે તેઓ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ હુમલા પાછળ રશિયાનો હાથ છે. તેમણે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. યુક્રેનના પ્રવક્તા એન્ડ્રી યર્માકે કહ્યું કે આ ઘટના માટે રશિયા જવાબદાર છે. દુર્ઘટના પછી, અઝરબૈજાન એરલાઇન્સે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાકુથી ગ્રોઝનીની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.