Internet Speed: વિશ્વની ટોચની ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ

Roshani Thakkar
2 Min Read

Internet Speed: ભારત ઇન્ટરનેટ સ્પીડની દોડમાં ટોચના 30 દેશોમાંથી એક

Internet Speed: ભારતે 5G લોન્ચ પછી ઈન્ટરનેટ સ્પીડ અને ડેટા ઉપયોગમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાવી છે. અહીં જાણો કે કેવી રીતે માત્ર 2 વર્ષમાં ભારત 93 નંબરના સ્થાન પરથી ડિજિટલ સ્પીડ ચેમ્પિયન બની રહ્યો છે અને અમેરિકા-ચીનને કડક ટક્કર આપી રહ્યો છે.

Internet Speed: ભારતની ડિજિટલ દુનિયા હવે પહેલાં કરતા ઘણા ઝડપી અને સ્માર્ટ બની ગઈ છે. ઈન્ટરનેટની દુનિયામાં ભારત હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. હવે ભારત એવરેન્જ ઈન્ટરનેટ સ્પીડમાં વિશ્વમાં 26મા સ્થાને પહોંચી ગયો છે, જયારે તે સપ્ટેમ્બર 2022માં 119મા સ્થાને હતો. આ મોટો ફેરફાર 5G ટેકનોલોજી આવ્યા બાદ થયો છે.

5G એ બદલ્યો ભારતના ઈન્ટરનેટનો ચહેરો

5G નેટવર્ક લોન્ચ થયા પછી સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સ્પીડમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. એપ્રિલથી જૂન 2025 દરમિયાન ભારતની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 136.53 Mbps રહી છે. જ્યારે અમેરિકા 176.75 Mbps સાથે 13મા સ્થાને અને ચીન 207.98 Mbps સાથે 8મા સ્થાને છે. માત્ર બે વર્ષમાં 93 નંબરોનો સુધારો દર્શાવે છે કે 5G કનેક્ટિવિટી દ્વારા ભારતમાં વિશ્વને ચોંકાવી દીધું છે.

Internet Speed

ભારત ડેટા ખર્ચમાં પણ નંબર વન

એરિક્સન મોબિલિટી રિપોર્ટ અનુસાર, ભારતમાં પ્રત્યેક વપરાશકર્તા દ્વારા માસિક ડેટા ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં એક યુઝર દર મહિને સરેરાશ 32 GB ડેટા ઉપયોગ કરે છે. જ્યારે ચીનમાં 29 GB અને અમેરિકામાં 22 GB ડેટાનો ઉપયોગ થાય છે.

Ookla ના ઇન્ડસ્ટ્રી વિશ્લેષક અફંડી જોહાનના મુજબ, ભારતમાં ઓક્ટોબર 2022માં 5G સેવા શરૂ થઈ હતી અને ત્યારથી ડિજિટલ કનેક્ટિવિટીનું સ્તર સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે.

5G ટાવરોથી દુનિયા જલ્દી જોડાઈ રહી છે

ઈવાય (EY) ની રિપોર્ટ મુજબ, દેશમાં 57 ટકા ટેલિકોમ ટાવર હવે 5G ટેક્નોલોજી સાથે જોડાયેલા છે. માર્ચ 2025 સુધીમાં 32.6 કરોડ 5G યુઝર્સ થઈ ગયા છે. 5G વપરાશકર્તાઓ હવે દેશમાં કુલ વાયરલેસ યુઝર્સનો 28 ટકા ભાગ છે. એક 5G વપરાશકર્તા દર મહિને સરેરાશ 40 GB ડેટાનો ઉપયોગ કરે છે.

Internet Speed

Share This Article