iPhone 17 Pro અને Pro Max ભારતમાં લૉન્ચ, મળશે 48MP ટ્રિપલ કૅમેરા અને A19 Pro ચિપ
Appleએ પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 17 Pro અને iPhone 17 Pro Maxને ભારતમાં લૉન્ચ કરી દીધા છે. આ ફોનને અત્યાર સુધીના સૌથી પાવરફુલ iPhone કહેવામાં આવી રહ્યા છે. કંપનીએ તેને 9 સપ્ટેમ્બરે આયોજિત પોતાના ખાસ ઇવેન્ટ “Awe Dropping”માં રજૂ કર્યા.
સૌથી પાવરફુલ iPhones
iPhone 17 Pro સિરીઝને Appleએ નવી A19 Pro ચિપથી સજ્જ કરી છે. આ ચિપ 3-નેનોમીટર પ્રોસેસ પર બનેલી છે અને કંપનીનો દાવો છે કે તે અત્યાર સુધીની સૌથી ઝડપી iPhone ચિપ છે. સરખામણી કરીએ તો iPhone 17 અને iPhone 17 Airમાં A19 ચિપ આપવામાં આવી છે, જે તેનું થોડું નબળું વર્ઝન છે. Pro મોડેલ્સમાં 12GB RAM આપવામાં આવી છે, જ્યારે બેઝ વર્ઝનમાં 8GB RAM મળે છે. આનાથી આ ફોન લાંબા સમય સુધી સ્મૂધ પરફોર્મન્સ અને આવનારા Apple Intelligence AI ફીચર્સ (જેમ કે નવું Siri અપડેટ)ને સપોર્ટ કરી શકશે.
બેટરી અને કૂલિંગ
Appleએ આ વખતે બેટરીને વધુ મોટી કરી છે, જોકે કંપનીએ તેની ક્ષમતાનો ખુલાસો કર્યો નથી. ખાસ વાત એ છે કે તેમાં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે, જેનાથી લાંબા સમય સુધી હેવી યુઝમાં પણ ફોન ઠંડો રહેશે.
શાનદાર કૅમેરા સિસ્ટમ
આ સિરીઝનું સૌથી મોટું હાઇલાઇટ તેનો કૅમેરા છે. બંને Pro મોડેલ્સમાં 48 મેગાપિક્સલનો મોટો મેઈન સેન્સર આપવામાં આવ્યો છે, જે ઓછા પ્રકાશમાં પણ શ્રેષ્ઠ તસવીરો લઈ શકે છે. સાથે જ તેમાં 8x ઓપ્ટિકલ-ક્વોલિટી ઝૂમ વાળો ટેલિફોટો લેન્સ છે. વિડિયો રેકોર્ડિંગ હવે 8K રેઝોલ્યુશન સુધી સપોર્ટ કરે છે, જેનાથી આ ફોન પ્રોફેશનલ ક્રિએટર્સ માટે પણ એક શાનદાર વિકલ્પ બની જાય છે. ફ્રન્ટમાં નવો “સેન્ટર સ્ટેજ” વાઈડ કૅમેરા આપવામાં આવ્યો છે.
ડિઝાઈન અને ડિસ્પ્લે
iPhone 17 Pro અને Pro Maxની ડિઝાઈન પણ બદલવામાં આવી છે. તેમાં Ceramic Shield 2 અને મેટલથી બનેલું ડ્યુઅલ-ટોન ફિનિશ છે. આ વખતે ટાઇટેનિયમ હટાવી દેવામાં આવ્યું છે. ફોનનો લુક અને કૅમેરા લેઆઉટ વધુ યુનિફોર્મ દેખાય છે. iPhone 17 Proમાં 6.3 ઇંચનો ડિસ્પ્લે છે, જ્યારે Pro Maxમાં 6.9 ઇંચનો મોટો સ્ક્રીન સાઈઝ મળે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ભારતમાં iPhone 17 Proની શરૂઆતી કિંમત ₹1,34,900 અને iPhone 17 Pro Maxની કિંમત ₹1,49,900 રાખવામાં આવી છે. આ ફોન ત્રણ કલર્સમાં આવશે – કોસ્મિક ઓરેન્જ, ડીપ બ્લુ અને સિલ્વર. પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફોનનું વેચાણ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.