CSK vs GT: આ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાઈ રહી છે. બંને ટીમો પોતપોતાની અગાઉની મેચો જીતીને આવી રહી છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ અને ગુજરાત બંનેની નજર જીતનો સિલસિલો જાળવી રાખવા પર હશે. છેલ્લી મેચમાં ચેન્નાઈએ આરસીબીને હરાવ્યું હતું અને ગુજરાતે છેલ્લી મેચમાં મુંબઈને હરાવ્યું હતું.
ચેન્નાઈએ 206 રન બનાવ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 207 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા.
શિવમ દુબે અડધી સદી ફટકારીને આઉટ184ના કુલ સ્કોર સાથે શિવમ દુબે 19મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 23 બોલમાં 51 રન બનાવ્યા હતા. રાશિદ ખાને શિવમને કેચ આઉટ કરાવ્યો હતો. હવે સમીર રિઝવી બેટિંગ કરવા આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સને 184ના સ્કોર પર ચોથો ઝટકો લાગ્યો હતો. રાશિદ ખાને શિવમ દુબેને વિજય શંકરના હાથે કેચ કરાવ્યો હતો. તે 23 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે 22 બોલમાં તેની IPL કરિયરની સાતમી અડધી સદી ફટકારી હતી. આ પછી યુપીનો સમીર રિઝવી આવ્યો અને તેણે આઈપીએલના પહેલા જ બોલ પર રાશિદને સિક્સર ફટકારી. આ પછી તેણે ઓવરના છેલ્લા બોલ પર સિક્સર પણ ફટકારી હતી. 19 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર ચાર વિકેટે 198 રન છે