CSK vs GT: આજે IPL 2024માં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે.ચેન્નાઈ અને ગુજરાત બંનેએ 17મી સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. જ્યાં ચેન્નાઈએ તેની પ્રથમ મેચમાં RCBને હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને હરાવ્યું હતું.
શિવમ દુબેની અડધી સદી
શિવમ દુબેએ માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 18 ઓવરમાં ત્રણ વિકેટે 183 રન છે. બીજા છેડે ડેરીલ મિશેલ 22 રન પર છે.
ચેન્નાઈ સ્કોર 172/3
સ્પેન્સર જોન્સને 17મી ઓવરમાં માત્ર સાત રન આપ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 17 ઓવરમાં ત્રણ વિકેટે 172 રન છે. શિવમ દુબે 18 બોલમાં 42 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ડેરીલ મિશેલ 16 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 27 બોલમાં 45 રનની ભાગીદારી છે.
ચેન્નાઈનો સ્કોર 165-3
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 16 ઓવરમાં ત્રણ વિકેટે 165 રન છે. શિવમ દુબે 16 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ડેરીલ મિશેલ 12 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 21 બોલમાં 38 રનની ભાગીદારી છે.
ચેન્નાઈ સ્કોર 154/3
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 15 ઓવરમાં ત્રણ વિકેટે 154 રન છે. શિવમ દુબે 14 બોલમાં 36 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે એક ફોર અને 4 સિક્સર ફટકારી છે. તેની સાથે ડેરીલ મિશેલ આઠ બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. ચેન્નાઈ હવે સરળતાથી 200 રનનો આંકડો પાર કરી શકે છે.