IPL 2024ની 14મી મેચ સોમવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. મુંબઈ તેના હોમ ગ્રાઉન્ડ પર તેની પ્રથમ જીત હાંસલ કરવાનું લક્ષ્ય રાખશે જ્યારે રાજસ્થાન વાનખેડે સ્ટેડિયમમાં જીતની હેટ્રિક ફટકારવા માંગશે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બે મેચ જીતી છે જ્યારે મુંબઈને ગુજરાત અને હૈદરાબાદ સામે રમાયેલી મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાંચ વખતની વિજેતા ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે. રાજસ્થાન સામેની જીત સાથે, મુંબઈ પણ તેમનો નેટ રન રેટ (-0.925) સુધારવા માંગશે. આ મેચમાં હાર્દિક પંડ્યા પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હશે. બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો રાજસ્થાન પર મુંબઈનો દબદબો જોવા મળી રહ્યો છે. IPLમાં, બંને ટીમો 28 મેચોમાં સામસામે આવી છે જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 15 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે 13 મેચમાં વિજયનો સ્વાદ ચાખ્યો છે.
ચાલો જાણીએ આઈપીએલની 17મી સિઝનની 14મી મેચના ટેલિકાસ્ટ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સંબંધિત તમામ માહિતી…
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે 14મી મેચ ક્યારે?
IPL 2024ની 14મી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે સોમવાર, 1 એપ્રિલના રોજ રમાશે.
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે 14મી મેચ ક્યાં રમાશે?
મુંબઈ અને રાજસ્થાન વચ્ચે લીગની 14મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?
મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07.30 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 07:00 વાગ્યે થશે.
કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી પ્રદાન કરશે.
તમે મફતમાં લાઇવ મેચ કેવી રીતે જોઈ શકો છો?
આ મેચ જિયો સિનેમામાં ટેલિકાસ્ટ થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને IPLની પ્રથમ મેચ ફ્રીમાં જોઈ શકો છો.