IPL 2024 RR vs LSG: IPLની 17મી સીઝન શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આજે ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવાની છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાવાની છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની ચોથી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ (RR vs LSG) રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે .
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની સ્થિતિ
સંજુ સેમસન (82*) ની કેપ્ટનશીપની ઇનિંગને કારણે રાજસ્થાન રોયલ્સે રવિવારે IPL 2024ની ચોથી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે 194 રનનું લક્ષ્ય રાખ્યું છે. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા.
નવીન ઉલ હકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા રાજસ્થાન રોયલ્સને પ્રારંભિક ફટકો આપ્યો હતો, જ્યારે તેણે જોસ બટલર (11)ને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે (24) કેટલાક આકર્ષક સ્ટ્રોક રમ્યા હતા, પરંતુ તે મોહસીન ખાનના બોલ પર મિડ-ઓન પર કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ થયા બાદ ડગઆઉટમાં પાછો ફર્યો હતો.
સેમસનની પ્રથમ અડધી સદી
અહીંથી કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગે (43) રોયલ્સની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. સંજુ સેમસને લખનૌ સુપરજાયન્ટ્સ સામે તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
નવીન ઉલ હકે પરાગને અવેજી ખેલાડી દીપક હુડાના હાથે કેચ આઉટ કરાવીને તેની અડધી સદી પૂરી કરતા અટકાવ્યો હતો. પરાગે 29 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. ત્યારબાદ રવિ બિશ્નોઈએ શિમરોન હેટમાયર (5)ને વિકેટકીપર રાહુલના હાથે કેચ આઉટ કરાવીને રોયલ્સને ચોથો ઝટકો આપ્યો હતો. અહીંથી, સેમસન-ધ્રુવ જુરેલ (20*) એ 43 રનની ભાગીદારી કરીને રોયલ્સને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી નવીન ઉલ હકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. મોહસીન ખાન અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.
RR vs LSG લાઇવ સ્કોર: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ-
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), રેયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ.
લખનૌ સુપરજાયન્ટ્સ-
ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, નવીન ઉલ હક અને યશ ઠાકુર.
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર પાંચ ઓવર પછી 32/3
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 5 ઓવર પછી ત્રણ વિકેટના નુકસાને 32 રન હતો. કેએલ રાહુલ (7) અને દીપક હુડા (16) રન પર બેટિંગ કરી રહ્યા છે. લખનૌની ખરાબ શરૂઆત બાદ આ બંને પાસેથી ટીમની ઇનિંગ્સને સંભાળવાની આશા છે.
લખનૌ સુપર જાયન્ટ્સ માટે ખરાબ શરૂઆત
દેવદત્ત પડિકલ બાદ આયુષ બદોની પેવેલિયનમાં પરત ફર્યો છે. નાન્દ્રે બર્જરે બદોનીને બોલ્ડ કર્યો હતો. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. ચાર ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 3 વિકેટના નુકસાને 22 રન છે.