IPL 2024 RR vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનની ચોથી મેચમાં, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો સામસામે છે. આ મેચ પિંક સિટી જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં સંજુ સેમસનની કપ્તાનીમાં રમી રહેલી રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજસ્થાન રોયલ્સે 193 રન બનાવ્યા
સંજુ સેમસનની કેપ્ટનશીપની ઇનિંગને કારણે રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને 193 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 52 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. જ્યારે રિયાન પરાગે 43 રન બનાવ્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલ 12 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી તરફ નવીન ઉલ હકે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈ અને મોહસીન ખાનને 1-1 સફળતા મળી.
18 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર
રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે. કેપ્ટન સંજુ સેમસન 72 રન અને ધ્રુવ જુરેલ 10 રન સાથે રમી રહ્યા છે.