PBKS vs DC : IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
IPL 2024ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમ તેના નવા હોમ ગ્રાઉન્ડ પર રમવા આવી છે, જ્યારે ઋષભ પંત જે છેલ્લી આખી સિઝનમાં રમ્યો ન હતો તે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી રહ્યો છે. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સે 174 રન બનાવ્યા હતા
પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલે 10 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ઈનિંગની છેલ્લી ઓવરમાં 25 રન બનાવ્યા હતા. આ સાથે જ શાઈ હોપે પણ 33 રનની ઇનિંગ રમી હતી. પંજાબ તરફથી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે સૌથી વધુ 2-2 વિકેટ લીધી હતી.
દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત આઉટ થયો છે
દિલ્હી કેપિટલ્સે 111ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. રિષભ પંત 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.
સુમિત કુમાર 2 રન બનાવીને આઉટ થયો હતો.
દિલ્હી કેપિટલ્સે તેની 8મી વિકેટ ગુમાવી છે. સુમિત કુમાર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. દિલ્હી કેપિટલ્સનો સ્કોર 19 ઓવર પછી 149 રન છે.