PBKS vs RR: IPL 2024 ની 27મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થઈ રહ્યો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે જીતની જરૂર છે.
IPL 2024 ની 27મી મેચમાં પંજાબ કિંગ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થઈ રહ્યો છે. આ મેચ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા.
પહેલા બેટિંગ કરતા પંજાબે રાજસ્થાનને 148 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટ્રેન્ટ બોલ્ટને 20મી ઓવરના છેલ્લા બોલ પર વિકેટ મળી હતી. પંજાબની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 102ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી.
https://twitter.com/IPL/status/1779172320038498437
પંજાબ માટે આશુતોષ શર્માએ 16 બોલમાં સૌથી વધુ 31 રનની ઇનિંગ રમી હતી. કેશવ અને અવેશને બે-બે વિકેટ મળી હતી. બાકીના ત્રણ બોલરોને એક-એક સફળતા મળી હતી.
તનુષ કોટિયન 24 રનના સ્કોર પર લિયામ લિવિંગ્સ્ટનના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. રાજસ્થાનને પહેલો ફટકો 56ના સ્કોર પર લાગ્યો હતો.
તનુષ કોટિયને ચોથી ઓવરનો અંત જબરદસ્ત ફોર સાથે કર્યો. રાજસ્થાને સ્કોર બોર્ડ પર 29 રન બનાવ્યા. તનુષ 12 રન અને યશસ્વી 16 રન સાથે રમી રહ્યો છે.