PBKS vs RR: પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2024 ની 27મી મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે રમાઈ રહી છે. બંને ટીમોને તેમની અગાઉની મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
IPLની 27મી મેચમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચાહકો બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલાની અપેક્ષા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બંને ટીમો તેમની છેલ્લી મેચ ખૂબ જ ઓછા અંતરથી હાર્યા બાદ અહીં આવી રહી છે, તેથી બંને જીતના પાટા પર પાછા ફરવા પર નજર રાખશે. પોઈન્ટ ટેબલમાં RRની ટીમ પ્રથમ સ્થાને અને પંજાબ કિંગ્સ ટીમ 8મા સ્થાને છે.
જીતેશ શર્મા આઉટ
પંજાબ કિંગ્સના બેટ્સમેન જીતેશ શર્મા 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. અવેશ ખાને પંજાબ કિંગ્સની છઠ્ઠી વિકેટ પણ પડી છે. આશુતોષ શર્મા લિયામ લિવિંગ્સ્ટન સાથે બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો છે.
પંજાબ કિંગ્સનો સ્કોર 100ને પાર
પંજાબ કિંગ્સની ટીમે 100થી વધુ રન બનાવ્યા છે. જીતેશ શર્મા અને લિયામ લિવિંગસ્ટન 30થી વધુ રનની ભાગીદારી સાથે રમી રહ્યા છે.