IPL 2024 RCB vs KKR ની 10મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટકરાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. KKRના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
RCBએ આ જ મેદાન પર છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. વિરાટ કોહલી બેટિંગમાં સંપૂર્ણ ફોર્મમાં પરત ફર્યો છે અને તેણે છેલ્લી મેચમાં બેટથી ખૂબ જ ધૂમ મચાવી હતી. ફિનિશર તરીકે દિનેશ કાર્તિક પોતાનું કામ સારી રીતે કરી રહ્યો છે. બોલિંગમાં સિરાજ અને યશ દયાલનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું.બીજી તરફ, KKRએ તેની પ્રથમ રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જ્યારે આન્દ્રે રસેલે બેટથી તબાહી મચાવી હતી, હર્ષિત રાણા બોલ વડે KKR માટે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો હતો.
સિરાજે તેની પ્રથમ ઓવરમાં બે સિક્સ અને એક ફોર ફટકારી હતી. કુલ 18 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ 5 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. નારાયણ 1 રન બનાવીને રમી રહ્યો છે.વિરાટ કોહલીની 59 બોલમાં 83 રનની અણનમ ઈનિંગને કારણે RCBએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. KKRને જીતવા માટે 183 રન બનાવવા પડશે.