RCB vs PBKS IPL 2024 ની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે રમાઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે.IPL 2024 માં, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ઘરઆંગણે તેની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે. આ સિઝનની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબની ટીમે પ્રથમ મેચ જીતી લીધી છે.
પંજાબ કિંગ્સે 5મી વિકેટ ગુમાવી હતી
પંજાબ કિંગ્સે પણ 150 રનના સ્કોર પર તેની 5મી વિકેટ ગુમાવી છે. સેમ કુરન 17 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો.
પંજાબનો સ્કોર 135 રનને પાર
પંજાબ કિંગ્સે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 139 રન બનાવ્યા છે. હવે પંજાબની ઇનિંગની છેલ્લી ત્રણ ઓવર બાકી છે. સેમ કુરન 15 રન અને જીતેશ શર્મા 25 રન સાથે રમી રહ્યા છે.