RR vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન અને દિલ્હી બંનેની આ બીજી મેચ છે.
રાજસ્થાનનો સ્કોર 31-2
રાજસ્થાને ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે. 6 ઓવર પછી ટીમનો સ્કોર બે વિકેટે 31 રન છે. રિયાન પરાગે ચાર બોલ રમ્યા બાદ પણ હજુ ખાતું ખોલ્યું નથી. જ્યારે જોસ બટલર 11 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે.
રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને દિલ્હીના ફાસ્ટ બોલર ખલીલ અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સે છઠ્ઠી ઓવરના પ્રથમ બોલ પર બીજી વિકેટ ગુમાવી દીધી છે. ખલીલ અહેમદે રાજસ્થાનને મોટો ઝટકો આપ્યો છે. તેણે સંજુ સેમસનને વિકેટ પાછળ કેચ કરાવ્યો. સેમસન 14 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો.
રાજસ્થાન સ્કોર 29/1
5 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર એક વિકેટે 29 રન છે. એનરિચ નોર્ટજે ઓવરમાં માત્ર ત્રણ રન ફેંક્યા હતા. સેમસન 13 બોલમાં 15 રન અને બટલર 11 બોલમાં 09 રન બનાવીને રમી રહ્યો છે.