SRH vs MI: મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઈ રહેલી મેચમાં ટ્રેવિસ હેડે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમીને તેણે શાનદાર અડધી સદી ફટકારી હતી.
IPL 2024 ની 8મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ સિઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે આ નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. ટ્રેવિસ હેડે આ ઇનિંગમાં માત્ર 24 બોલનો સામનો કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી મોટા રેકોર્ડ તોડ્યા હતા.
અભિષેક શર્માની કારકિર્દી
અભિષેક શર્માએ 2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે 49 મેચ રમી છે, જેમાં તેણે 975 રન બનાવ્યા છે. આ નાની કારકિર્દીમાં તેણે 5 અડધી સદીની ઇનિંગ્સ પણ રમી છે. તે IPL 2024માં SRH માટે મુખ્ય ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેના બેટમાંથી અત્યાર સુધી જે રીતે રન આવી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે તે IPL 2024માં ઓરેન્જ કેપ માટે પ્રબળ દાવેદારોમાંનો એક છે.
ટ્રેવિસ હેડની ઇનિંગ્સ
ટ્રેવિસ હેડે આ મેચમાં 24 બોલનો સામનો કરીને 62 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 258.33ની સ્ટ્રાઈક રેટથી 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, તેણે તેની અડધી સદી સુધી પહોંચવા માટે માત્ર 18 બોલ લીધા હતા. આ સાથે તે મુંબઈ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર સંયુક્ત રીતે ત્રીજો બેટ્સમેન બન્યો છે. ટ્રેવિસ હેડ પહેલા રિષભ પંતે પણ IPLમાં 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ સાથે જ મુંબઈ સામે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પેટ કમિન્સના નામે છે. પેટ કમિન્સે 14 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
MI સામે સૌથી ઝડપી અડધી સદી
- 14 બોલ – પેટ કમિન્સ – પુણે, 2022
- 16 બોલ – અભિષેક શર્મા – હૈદરાબાદ, 2024
- 18 બોલ – ઋષભ પંત – મુંબઈ, 2018
- 18 બોલ – ટ્રેવિસ હેડ – હૈદરાબાદ, 2024
- 19 બોલ – અજિંક્ય રહાણે – મુંબઈ, 2023
હૈદરાબાદ માટે આવું કરનાર બીજો બેટ્સમેન
આ ઈનિંગ બાદ ટ્રેવિસ હેડ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો બેટ્સમેન પણ બની ગયો છે. તે જ સમયે, અભિષેક શર્માએ આ જ મેચમાં 16 બોલમાં અડધી સદી ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
SRH માટે સૌથી ઝડપી IPL અડધી સદી
- 6 બોલ – અભિષેક શર્મા વિ MI, હૈદરાબાદ, 2024
- 18 બોલ – ટ્રેવિસ હેડ વિ MI, હૈદરાબાદ, 2024
- 20 બોલ – ડેવિડ વોર્નર વિ CSK, હૈદરાબાદ, 2015
- 20 બોલ – ડેવિડ વોર્નર વિ કેકેઆર, હૈદરાબાદ, 2017
- 20 બોલ – મોઈસેસ હેનરિક્સ વિ આરસીબી, હૈદરાબાદ, 2015
- 21 બોલ – ડેવિડ વોર્નર વિ આરસીબી, બેંગલુરુ, 2016