IPL 2026: 28 માર્ચે જામશે જંગ! પહેલી જ મેચમાં આ બે દિગ્ગજ ટીમો વચ્ચે થશે મહામુકાબલો

2 Min Read

IPL 2026: સીઝનની પ્રથમ મેચમાં જ થશે મોટો ધડાકો, જાણો કઈ બે દિગ્ગજ ટીમો વચ્ચે જંગ જામશે

ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે આઈપીએલ (IPL) 2026 ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મહિનાના અંતમાં ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ પ્રથમ મેચને લઈને અત્યંત રોમાંચક વિગતો સામે આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આ વખતે ઓપનિંગ મેચમાં પરંપરા તૂટે તેવી પૂરેપૂરી શક્યતા છે.

virat.jpg

- Advertisement -

28 માર્ચથી આઈપીએલનો પ્રારંભ, 12 માર્ચે જાહેર થશે શેડ્યૂલ

IPL ની 19મી સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. અત્યારે સીઝન શરૂ થવાને 20 દિવસથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે ચાહકો શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. BCCI ના સૂત્રો મુજબ, આગામી 12 માર્ચના રોજ પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવી શકે છે. શરૂઆતમાં કદાચ 20 થી 30 દિવસ માટેનો કાર્યક્રમ જાહેર થશે અને બાકીની સીઝનનું શેડ્યૂલ ત્યારબાદ જાહેર કરવામાં આવશે.

RCB vs CSK: પ્રથમ મુકાબલો બ્લોકબસ્ટર બનાવવાની તૈયારી

સામાન્ય રીતે આઈપીએલની પરંપરા રહી છે કે ગત સીઝનની બે ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે જ પ્રથમ મેચ રમાય છે. જો આ પરંપરા જળવાય તો પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ વચ્ચે હોવી જોઈએ. પરંતુ, ‘ક્રિકબઝ’ ના અહેવાલ મુજબ, આ વખતે BCCI કંઈક અલગ પ્લાન કરી રહ્યું છે. ટુર્નામેન્ટની શરૂઆત ધમાકેદાર બનાવવા માટે પ્રથમ મેચ RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાડવામાં આવી શકે છે. જો આમ થશે, તો 28 માર્ચે બેંગલુરુના મેદાન પર ચાહકોને વિરાટ કોહલી અને ધોનીની ટીમો વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે.

- Advertisement -

vi.jpg

પંજાબ કિંગ્સ અને અન્ય ટીમોનું આયોજન

BCCI નો ઉદ્દેશ્ય હંમેશા પ્રથમ મેચને ‘બ્લોકબસ્ટર’ બનાવવાનો હોય છે. CSK, RCB, મુંબઈ ઈન્ડિયન્સ અને KKR જેવી ટીમોની ફેન ફોલોઈંગ જોતા બોર્ડ આ ટીમોને પહેલા જ દિવસે મેદાનમાં ઉતારવા માંગે છે. બીજી તરફ, જો પંજાબ કિંગ્સની વાત કરીએ તો, આ ટીમ 29 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ (GT) સામે પોતાના હોમ ગ્રાઉન્ડ મુલ્લાંપુરમાં પ્રથમ મેચ રમે તેવી શક્યતા છે.

Share This Article