IPL 2026 પહેલાં સંજુ સેમસન થયો માલામાલ
IPL 2026 શરૂ થવા પહેલા જ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન ફરી એકવાર ચર્ચામાં છે. કારણ? તિરુવનંતપુરમમાં યોજાયેલી કેરળ ક્રિકેટ લીગ (KCL) 2025 ની હરાજીમાં સંજુ પર franchisesએ પૈસાનો વરસાદ કર્યો. કોચી બ્લુ ટાઈગર્સે તેમને ₹26.60 લાખમાં ખરીદી લઈ લીગના સૌથી મોંઘા ખેલાડી બનાવી દીધા.
બેઝ પ્રાઈસ માત્ર ₹3 લાખ હતી
સંજુ સેમસનનું બેઝ પ્રાઈસ માત્ર ₹3 લાખ હતું, પરંતુ હરાજીમાં તેમને માટે ત્રિશૂર ટાઇટન્સ અને કોચી બ્લુ ટાઈગર્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી. ટાઇટન્સે 20 લાખ સુધી બોલી લગાવી, પણ કોચીએ એ પછી પણ બોલી વધારતા તેમને રેકોર્ડ રકમ આપી ટીમમાં શામેલ કર્યો.
પર્સમાંથી અડધા કરતાં વધુ પૈસા ખર્ચાયા
KCL હરાજીમાં દરેક ટીમને કુલ ₹50 લાખનો પર્સ ફાળવવામાં આવ્યો હતો. કોચીએ તેમાંના અડધાથી વધુ એટલે કે ₹26.60 લાખ માત્ર સંજુ પર જ ખર્ચી દીધા. આથી સ્પષ્ટ છે કે સંજુની પ્રતિભા અને લોકપ્રિયતા કેટલી ઊંચે છે — અને તેઓ કોચી માટે કેટલી મહત્વની વ્યક્તિ બની રહ્યા છે.
અન્ય ખેલાડીઓ પણ રહ્યા ચર્ચામાં
વિષ્ણુ વિનોદને એરીઝ કોલ્લમે ₹13.80 લાખમાં ખરીદ્યો, જયારે એલેપ્પી રિપલ્સે જલજ સક્સેના માટે ₹12.40 લાખ ખર્ચ્યા. બંને ખેલાડીઓ પણ KCL-2 માં મોંઘા ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.
IPL 2025 પછી સંજુનું કમબેક
IPL 2025 દરમિયાન સંજુ ઈજાને કારણે ઘણા મેચ રમી શક્યા નહોતાં. જોકે 9 મેચમાં તેમણે 285 રન બનાવ્યા હતા. હવે KCL-2 માં તેમને ફરી ધમાકેદાર પરફોર્મન્સ આપવાની તકો મળશે.
T20 કારકિર્દી પર નજર
સંજુએ અત્યારસુધી 304 T20 મેચોમાં 7629 રન બનાવ્યા છે. તેમાં 6 સદી અને 48 અડધી સદી શામેલ છે. તેનો સ્ટ્રાઇક રેટ 137.01 છે. આ રીતે, તેઓ હજુ પણ T20 ફોર્મેટમાં ભારતના ટોચના ઓપનર્સમાં સ્થાન ધરાવે છે.