IPL ટિકિટ નથી મળી? ચિંતા છોડો! BCCI એ કરી છે જોરદાર વ્યવસ્થા, ફ્રીમાં મોટી સ્ક્રીન પર જુઓ લાઈવ

3 Min Read

IPL 2026: ટિકિટ ન મળે તો ચિંતા છોડો! BCCI એ કરી છે ખાસ વ્યવસ્થા, મોટા સ્ક્રીન પર ફ્રીમાં માણો મેચની મજા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ધમાકેદાર શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે. ક્રિકેટ રસિયાઓ અત્યારથી જ ટિકિટ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. પરંતુ જો તમને સ્ટેડિયમની ટિકિટ ન મળે, તો નિરાશ થવાની જરૂર નથી. BCCI એ ચાહકો માટે દેશભરના વિવિધ શહેરોમાં ‘ફૅન પાર્ક’નું આયોજન કર્યું છે, જ્યાં તમે મોટા LED સ્ક્રીન પર મફતમાં લાઈવ મેચનો આનંદ ઉઠાવી શકશો.

શું હોય છે IPL ફૅન પાર્ક?

BCCI દર વર્ષે એવા શહેરોમાં ફૅન પાર્ક બનાવે છે જ્યાં IPL ની મેચો રમાતી નથી. આ એક ખુલ્લા મેદાનમાં વિશાળ LED સ્ક્રીન પર મેચનું જીવંત પ્રસારણ છે. અહીં સ્ટેડિયમ જેવો જ અનુભવ આપવા માટે ફેમિલી ઝોન, કિડ્સ ઝોન, ફૂડ સ્ટોલ્સ અને જિયો-સિનેમા એક્સપિરિયન્સ ઝોન જેવી સુવિધાઓ રાખવામાં આવે છે. ચાહકો અહીં ભેગા મળીને પોતાની મનપસંદ ટીમનો ઉત્સાહ વધારી શકે છે.

- Advertisement -

ipl.jpg

પ્રથમ મેચ: RCB વિરુદ્ધ SRH

IPL 2026 ની શરૂઆત 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. ખાસ વાત એ છે કે SRH ના નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં આ વખતે ઈશાન કિશન ટીમની કમાન સંભાળતા જોવા મળશે.

- Advertisement -

ફૅન પાર્કનું શેડ્યૂલ અને સ્થળ (પ્રથમ ત્રણ અઠવાડિયા)

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, શરૂઆતના ત્રણ અઠવાડિયામાં નીચે મુજબના શહેરોમાં ફૅન પાર્ક યોજાશે:

પ્રથમ અઠવાડિયું (28 અને 29 માર્ચ, 2026):

  • રોહતક (હરિયાણા): છોટુ રામ પોલિટેકનિક ગ્રાઉન્ડ
  • ભોપાલ (મધ્ય પ્રદેશ): MVM કોલેજ ગ્રાઉન્ડ
  • નાગપુર (મહારાષ્ટ્ર): મેકોસાબાગ મેથોડિસ્ટ હાઈસ્કૂલ પ્લેગ્રાઉન્ડ
  • તુમકુરુ (કર્ણાટક): ગવર્નમેન્ટ જુનિયર કોલેજ ફિલ્ડ
  • કૃષ્ણનગર (પશ્ચિમ બંગાળ): ડીએલ રોય સ્ટેડિયમ

બીજું અઠવાડિયું (4 અને 5 એપ્રિલ, 2026):

- Advertisement -
  • મથુરા (ઉત્તર પ્રદેશ): અમરનાથ વિદ્યા આશ્રમ
  • જોધપુર (રાજસ્થાન): બરકતુલ્લા ખાન સ્ટેડિયમ
  • નિઝામાબાદ (તેલંગાણા): વુમન્સ એજ્યુકેશનલ સોસાયટી ગ્રાઉન્ડ
  • મૈસુર (કર્ણાટક): SBRR મહાજન ફર્સ્ટ ગ્રેડ કોલેજ
  • ભુવનેશ્વર (ઓડિશા): કિટ્સ યુનિવર્સિટી સ્ટેડિયમ

ત્રીજું અઠવાડિયું (11 અને 12 એપ્રિલ, 2026):

  • મેરઠ (ઉત્તર પ્રદેશ): ભેંસાલી મેદાન
  • નડિયાદ (ગુજરાત): રાધે ફાર્મ
  • રત્નાગિરી (મહારાષ્ટ્ર): સ્વ. પ્રમોદ મહાજન ક્રીડા સંકુલ
  • કોઈમ્બતુર (તમિલનાડુ): હિન્દુસ્તાન કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ
  • રાઉરકેલા (ઓડિશા): સેક્ટર 17 ગ્રાઉન્ડ
Share This Article