શું અમેરિકાને ટક્કર આપી શકશે ઈરાન?1.4 કરોડની ‘જનતા ફોજ’ પાછળનું રહસ્ય શું છે?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ટ્રમ્પની ડેડલાઇન અને ઈરાનનો વળતો પ્રહાર: યુદ્ધના ઉંબરે મધ્ય પૂર્વ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ખોલવા માટે આપવામાં આવેલી ડેડલાઇન હવે ગણતરીના કલાકોમાં પૂર્ણ થઈ રહી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન આ રસ્તો નહીં ખોલે તો તેના પાવર પ્લાન્ટ્સ અને મહત્વના પુલ તોડી પાડવામાં આવશે. આ ધમકીના જવાબમાં ઈરાને નમવાને બદલે એક ભયાનક ‘મહાપ્લાન’ તૈયાર કર્યો છે, જેણે આખા વિશ્વની ચિંતા વધારી દીધી છે.

1.4 કરોડ વોલેન્ટિયર્સની ફોજ: ઈરાનનું શક્તિ પ્રદર્શન

ઈરાનના સરકારી ટેલિવિઝન મુજબ, જો અમેરિકા કે ઈઝરાયેલ જમીની હુમલો કરે છે, તો દેશની રક્ષા માટે 1.4 કરોડ લોકોએ સ્વેચ્છાએ લડવા માટે નામ નોંધાવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ સંખ્યા માત્ર પાંચ દિવસમાં બમણી થઈ ગઈ છે. 9 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં નિવૃત્ત સૈનિકોથી લઈને સામાન્ય નાગરિકો સુધીના તમામને મેદાનમાં ઉતરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

- Advertisement -

trump5.jpg

12 વર્ષના બાળકોના હાથમાં બંદૂક

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડની અર્ધલશ્કરી પાંખ ‘બસિજ’ દ્વારા ભરતી માટેની લઘુત્તમ ઉંમર ઘટાડીને માત્ર 12 વર્ષ કરી દેવામાં આવી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલ જેવી સંસ્થાઓએ તેને ‘યુદ્ધ અપરાધ’ ગણાવ્યો છે, કારણ કે માસૂમ બાળકોના હાથમાં રમકડાંને બદલે હથિયારો પકડાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

ઈરાની જનરલ હુસૈન યેક્તાએ ટીવી પર વાલીઓને અપીલ કરતા કહ્યું કે, “તમારા બાળકોના હાથ પકડો અને રસ્તા પર નીકળો. જો તમે ઈચ્છતા હોવ કે તમારું બાળક અસલી મર્દ બને, તો તેને યુદ્ધના મેદાનની વચ્ચે ઊભું રહેવા દો.” તેમણે તો ત્યાં સુધી સૂચન કર્યું છે કે રાત્રિના સમયે બાળકોને ચેકપોઇન્ટ્સ પર તૈનાત કરવામાં આવે.

પાવર પ્લાન્ટની સુરક્ષા માટે ‘હ્યુમન ચેન’

ડોનાલ્ડ ટ્રમ્પની પાવર પ્લાન્ટ તબાહ કરવાની ધમકીના જવાબમાં ઈરાને 7 એપ્રિલના રોજ દેશભરના વીજ મથકોની આસપાસ ‘હ્યુમન ચેન’ (માનવ સાંકળ) બનાવવાનું આયોજન કર્યું છે. આમાં યુવાનો, કલાકારો અને ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. ઈરાનના રમતગમત મંત્રી અલીરેઝા રહીમીએ તર્ક આપ્યો છે કે જ્યાં નાગરિકો હાજર હોય ત્યાં હુમલો કરવો એ યુદ્ધ અપરાધ ગણાશે. આમ, ઈરાન સામાન્ય જનતાને ‘માનવ ઢાલ’ તરીકે ઉપયોગ કરીને અમેરિકી મિસાઈલોને રોકવા માંગે છે.

trump2.jpg

- Advertisement -

ઈઝરાયેલની ચેતવણી અને પડોશી દેશોમાં ફફડાટ

તણાવ વધતા ઈઝરાયેલી સેના (IDF) એ ઈરાની નાગરિકોને આગામી 12 કલાક સુધી ટ્રેન મુસાફરી ટાળવાની ચેતવણી આપી છે, કારણ કે રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થઈ શકે છે. આ ખતરાને જોતા સાઉદી અરેબિયાએ પણ સાવચેતીના પગલાં રૂપે બહેરીન સાથે જોડાતો 25 કિલોમીટર લાંબો ‘કિંગ ફહાદ એક્સપ્રેસવે’ બંધ કરી દીધો છે.

સમગ્ર મધ્ય પૂર્વ અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ડેડલાઇન પૂરી થયા બાદ અમેરિકા શું પગલાં ભરે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.