ઈઝરાયેલ-લેબનાન જંગમાં મોટો વળાંક! અમેરિકામાં યોજાશે હાઈ-લેવલ બેઠક, સીઝફાયર માટે માસ્ટર પ્લાન તૈયાર

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

શાંતિની નવી આશા: 14 એપ્રિલે વોશિંગ્ટનમાં ઈઝરાયેલ-લેબનોન આમને-સામને, સીઝફાયર માટે બ્લૂપ્રિન્ટ તૈયાર થશે

મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના સંઘર્ષ બાદ હવે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થયો છે. આગામી 14 એપ્રિલના રોજ વોશિંગ્ટન ખાતે બંને દેશો વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા યુદ્ધવિરામ (સીઝફાયર) નક્કી કરવાનો છે.

અમેરિકાની મધ્યસ્થી અને ફોન પર વાતચીત

મળતી માહિતી મુજબ, તાજેતરમાં બંને દેશોના રાજદૂતો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જે અમેરિકાના પ્રયાસોને કારણે જ શક્ય બની છે. આ વાતચીતમાં અમેરિકી રાજદૂત પણ સામેલ હતા. આ ટેલિફોનિક ચર્ચાને આ ક્ષેત્રમાં ચાલી રહેલા લોહીયાળ સંઘર્ષને રોકવા માટેનું પ્રથમ અને મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે.

- Advertisement -

isreal.jpg

ઐતિહાસિક બેઠકનું મહત્વ

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી અને ટેકનિકલ રીતે બંને દેશો હજુ પણ એકબીજાના દુશ્મન ગણાય છે. આવા સંજોગોમાં વોશિંગ્ટનમાં અમેરિકી વિદેશ વિભાગ ખાતે યોજાનારી આ બેઠક ઘણી ખાસ બની રહેશે. 14 એપ્રિલે બંને પક્ષો સીઝફાયર માટેનું માળખું તૈયાર કરવા અને ભવિષ્યની શાંતિ વાટાઘાટોનો રસ્તો સાફ કરવા પર ગંભીર ચર્ચા કરશે.

- Advertisement -

ભયાનક તારાજી અને ચાલુ રહેલા હુમલા

જોકે, રાજદ્વારી સ્તરે વાતચીત શરૂ થઈ હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ હજુ પણ ગંભીર છે. ઈઝરાયેલ દ્વારા લેબનોન પર સતત હુમલાઓ ચાલુ છે. અહેવાલો મુજબ, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 2,000 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 6,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ ગત બુધવારે જ થયેલા બોમ્બમારોમાં 357 લોકોના મોત નીપજ્યા હતા, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક છે.

lebon.jpg

કરાર બાબતે મતભેદ

હાલમાં સૌથી મોટો વિવાદ સીઝફાયરના વ્યાપને લઈને છે. ઈઝરાયેલનું કહેવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારમાં લેબનોનનો સમાવેશ થતો નથી. જ્યારે બીજી તરફ ઈરાનનો દાવો છે કે લેબનોન પણ આ સમજૂતીનો જ એક ભાગ છે. આ મતભેદોને કારણે શાંતિ પ્રક્રિયામાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.

- Advertisement -

હવે આખા વિશ્વની નજર 14 એપ્રિલની બેઠક પર છે. શું અમેરિકાના નેજા હેઠળ થનારી આ વાતચીત મધ્ય પૂર્વના આકાશમાં શાંતિનો સૂરજ ઉગાડશે કે પછી હુમલાઓનો આ સિલસિલો યથાવત રહેશે, તે જોવું રહ્યું.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.