ભારત સામે રનનો પહાડ સર્જનાર 22 વર્ષીય અંગ્રેજ બેટ્સમેન બન્યો કેપ્ટન, ‘દ હન્ડ્રેડ’માં મળી મોટી જવાબદારી

2 Min Read

ટીમ ઈન્ડિયા સામે તોફાની સદી ફટકારનાર ૨૨ વર્ષીય બેટ્સમેન હવે બન્યો કેપ્ટન: જેકબ બેથેલને મળી મોટી જવાબદારી

ક્રિકેટની દુનિયામાં અત્યારે ઈંગ્લેન્ડના ઉભરતા સિતારા જેકબ બેથેલના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત સામે સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે આ યુવા બેટ્સમેનને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ૨૨ વર્ષીય બેથેલને ‘દ હન્ડ્રેડ’  ટુર્નામેન્ટ માટે બર્મિંગહામ ફીનિક્સ પુરુષ ટીમનો નવો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે.

ભારત સામે મચાવ્યો હતો કહેર

T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ ભલે ૭ રનથી હારી ગઈ હતી, પરંતુ જેકબ બેથેલે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે માત્ર ૪૮ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૧૦૫ રનની તોફાની ઈનિંગ રમી હતી. તેની આ આક્રમક રમતને કારણે જ તે આજે ક્રિકેટ જગતમાં જાણીતું નામ બની ગયો છે.

- Advertisement -

 j.jpg

લિયામ લિવિંગસ્ટોનનું લેશે સ્થાન

બર્મિંગહામ ફીનિક્સની ટીમમાં જેકબ બેથેલ પૂર્વ કેપ્ટન લિયામ લિવિંગસ્ટોનનું સ્થાન લેશે. લિયામ હવે લંડન સ્પિરિટ ટીમ સાથે જોડાઈ ગયો છે. ૨૨ વર્ષીય બેથેલ પાસે નેતૃત્વનો અગાઉનો પણ અનુભવ છે. ગયા વર્ષે જ્યારે નિયમિત કેપ્ટન હેરી બ્રુકને આરામ આપવામાં આવ્યો હતો, ત્યારે બેથેલે આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમની કમાન સંભાળી હતી અને ૨-૦થી જીત અપાવી હતી.

- Advertisement -

૧૩૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

જેકબ બેથેલે ઈંગ્લેન્ડની પુરુષ ટીમની કપ્તાની સંભાળતાની સાથે જ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તે ઈંગ્લેન્ડની પુરુષ ટીમના ૧૩૬ વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા કેપ્ટન બન્યો હતો. તેની આટલી નાની ઉંમરે નિમણૂક થતા ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ખુદ બેથેલે રમુજમાં કહ્યું હતું કે કદાચ મેનેજમેન્ટ તેને સીધું જ ઊંડા પાણીમાં ઉતારીને અજમાવવા માંગતું હતું.

je.jpg

રેકોર્ડબ્રેક સીઝન અને ત્રણેય ફોર્મેટમાં સદી

ગઈ સીઝન જેકબ બેથેલ માટે રેકોર્ડ્સથી ભરેલી રહી હતી:

  • તેણે ઓસ્ટ્રેલિયા સામેની એશેજ ટેસ્ટમાં સદી ફટકારી હતી.
  • ભારત સામે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં સદી ફટકારી.
  • આ સાથે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
TAGGED:
Share This Article