જગદીશ વિશ્વકર્મા કોણ છે, ભાજપનાં પ્રદેશ પ્રમુખ તરીકે રેસમાં સૌથી ટોપ પર ચાલે છે નામ, જાણો વધુ
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે અચાનક જ જગદીશ વિશ્વકર્માનું નામ બહાર આવ્યું છે. આવતીકાલ સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. નવા પ્રમખ સીઆર પાટીલની જગ્યાએ આસન ગ્રહણ કરશે,
હાલમાં જગદીશ વિશ્વકર્માએ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષા મંત્રી, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા) કાર્યભાર સંભાળેલો છે.
52 વર્ષીય જગદીશ વિશ્વકર્માનો જન્મ અમદાવાદમાં થયો હતો.
પિતાનું નામ: ઈશ્વરભાઈ
જન્મ તારીખ: 12 ઓગસ્ટ, 1973
જન્મ સ્થળ: અમદાવાદ
વૈવાહીક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: અલ્કાબહેન
સર્વોચ્ચ લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
અન્ય લાયકાત: એસ. વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ)
મત વિસ્તારનું નામ: નિકોલ
અન્ય લાયકાતઃ મેન્યુફેક્ચરિંગ ઓફ ટેક્સટાઈલ મશિનરી
સંસદીય કારકિર્દીઃ સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17
પ્રવૃત્તિઓઃ સભ્ય, કારોબારી સમિતિ, શ્રી ધાંધર પંચાલ સેવા સમાજ, અમદાવાદ, જનરલ સેક્રેટરી, વિશ્વકર્મા પંચાલ લુહાર સુથાર મહામંડળ, ગુજરાત રાજ્ય.
શોખ: વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન, સમાજસેવા
પ્રવાસ: જાપાન, જર્મની, લાટવિયા, દુબઈ, સિંગાપોર, થાઈલેન્ડ
આરોપ
બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકોની હાલત ખરાબ છે, ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર સોમનાથમાં એક અધિવેશનમાં ભાગ લઈ રહ્યા છે. જગદીશ કહ્યું.
પાંચ વર્ષ પહેલાં અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ન બદલાતા સંગઠનમાં કચવાટ ઉભો થયો હતો.
અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બદલાશે તેવી નક્કર ચર્ચા ગુજરાત ભાજપમાં થઇ હતી અને પ્રદેશ માળખાની નવી સંરચના સાથે જ ચૂંટણી પહેલા વિશ્વકર્માને પણ હોદ્દા પરથી ખસેડી લેવા તેવું નક્કી થયું હતું. પરંતુ હવે આ બદલાવ પાલિકાઓની ચૂંટણી સુધી ટળી ગયો હોવાથી અમદાવાદ શહેર ભાજપના સંગઠનમાં કચવાટ ફેલાયો છે. ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર, વિશ્વકર્માના સ્વભાવને કારણે ઘણાં બધાં નેતાઓ તેમનાથી નારાજ છે. તેઓ વ્યક્તિગત લાભ મેળવીને પોતાને અનુકૂળ હોય તેવાં લોકોને જ ટિકિટો અપાવશે તે વાત નકારી શકાય નહીં.
પાટણમાં ચાર વર્ષ પેહલા મંત્રીની જીભ લપસી:પાટણમાં નિરામય ગુજરાત અભિયાન કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ભગો કર્યો, ભૂપેન્દ્ર પટેલના બદલે CM તરીકે વિજય રૂપાણીનું નામ બોલ્યા હતા.