રામ મંદિર બાદ હવે માતા સીતાનું ભવ્ય મંદિર બનશે: ૮૮૨ કરોડનો ખર્ચ, અમિત શાહે કહ્યું – “મહાન ક્ષણ”
અયોધ્યા રામ મંદિર બાદ હવે બિહારના સીતામઢીમાં પવિત્ર પુનૌરા ધામ ખાતે માતા સીતાના ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ થવાનું છે. આ ભવ્ય યાત્રાધામ ફક્ત બિહાર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે આસ્થાનું મોટું કેન્દ્ર બનશે. મંદિર નિર્માણ માટે કુલ ૮૮૨ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે અને તેનું કાર્ય માત્ર ૧૧ મહિનામાં પૂર્ણ થવાનું લક્ષ્ય છે.
આ મંદિર સંકુલનું શિલાન્યાસ સમારોહ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ઉપસ્થિતીમાં કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઐતિહાસિક બની રહેવાની શક્યતા છે.
ભક્તો માટે શું સુવિધાઓ રહેશે?
પુનૌરા ધામ ખાતે બનનારું મંદિર ૬૭ એકર જમીનમાં ફેલાયેલું રહેશે અને તેનું મુખ્ય મંદિર ૧૫૧ ફૂટ ઊંચું હશે. અહીં યાત્રાળુઓ માટે વિશાળ સગવડવાળું યાત્રાળુ સુવિધા કેન્દ્ર, મહેમાનગૃહ, મંદિર પ્રવેશદ્વાર, યજ્ઞ મંડપ, અનુષ્ઠાન મંડપ, ભંડારા વિસ્તાર, વેદ પાઠશાળા, પુસ્તકાલય, સંગ્રહાલય, મિથિલા હાટ અને ભજન સંધ્યા સ્થળ જેવી ઘણી આધુનિક સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તદુપરાંત, ઈ-કાર્ટ સ્ટેશન, ફૂડ કોર્ટ, કાફેટેરિયા, પાર્કિંગ વિસ્તાર અનેઅસ્તિત્વમાં રહેલા મા જાનકી કુંડનું પણ સુંદરીકરણ કરવામાં આવશે, જેથી ભક્તો વધુ આરામદાયક અનુભવ મેળવી શકે.
माँ जानकी मंदिर के शिलान्यास की पूर्व संध्या पर पूरे बिहार में उत्सव का माहौल!
दरभंगा के श्याम मंदिर और बक्सर के पंचमुखी हनुमान मंदिर में श्री हिमांशु चतुर्वेदी जी के नेतृत्व में दीपोत्सव और हवन-पूजन के माध्यम से श्रद्धालुओं ने जताई आस्था।
यह सिर्फ एक मंदिर नहीं, सनातन के… pic.twitter.com/fTTqb22dzO
— BJP Bihar (@BJP4Bihar) August 7, 2025
અમિત શાહનો સંદેશ
કેન્દ્રીય ગૃહમંત્રીએ X (પહેલાં Twitter) પર લખ્યું, “આવતીકાલે સમગ્ર દેશ અને ખાસ કરીને મિથિલાંચલ માટે આસ્થા અને ગૌરવનો દિવસ હશે. મા સીતાના જન્મસ્થળ પુનૌરા ધામ ખાતે મંદિર અને સંકુલના સર્વાંગી વિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવશે.”
નવી ટ્રેન સેવા પણ શરૂ
આજના દિવસે સીતામઢીથી દિલ્હી સુધી “અમૃત ભારત ટ્રેન”ને પણ લીલી ઝંડી અપાઈ રહી છે. આ ટ્રેન ભક્તોને માતા સીતાના પવિત્ર ધામ સુધી વધુ સારી કનેક્ટિવિટી આપશે, જેની મંજૂરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે.
“રામ પછી હવે મા સીતાનું ભવ્ય મંદિર: ૮૮૨ કરોડનું ભવ્ય સંકુલ, અમિત શાહે કહ્યુ – ‘મહાન અવસર'”