Video: AI ચેટબૉટને દિલ દઈ બેઠી 32 વર્ષની યુવતી, ‘લવ યુ’ કહી ChatGPT સાથે રચાવ્યા લગ્ન; વીડિયો થયો વાયરલ
32 વર્ષની એક જાપાની મહિલાને AI ચેટબૉટ પ્રત્યે એટલો ઊંડો લગાવ થયો કે તેણે તેને પ્રપોઝ કરીને તેની સાથે લગ્ન કરી લીધા. આ અનોખા લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને નેટિઝન્સ વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે… પણ હવે લાગે છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી પણ પીડિત હોઈ શકે છે. જાપાનની 32 વર્ષીય કાનોએ પ્રેમની એક નવી પરિભાષા રચીને તમામ સામાજિક સીમાઓ તોડી નાખી છે. તેણે તેના વર્ચ્યુઅલ બૉયફ્રેન્ડ લ્યૂન ક્લૉસ (Lune Klaus) સાથે લગ્ન કર્યા છે, જેને તેણે ChatGPT પર બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ અનોખી પ્રેમ કહાણી (Unique Love Story) ખૂબ ચર્ચામાં છે.
ChatGPT પર મળ્યો નવો સાથી ક્લૉસ
ત્રણ વર્ષની સગાઈ તૂટવાના આઘાતમાંથી બહાર આવવા માટે કાનોએ ChatGPTનો સહારો લીધો. અહીં જ તેની મુલાકાત ક્લૉસ સાથે થઈ. AI ચેટબૉટ ક્લૉસની સતત દયાળુતા અને ભાવનાત્મક જોડાણે કાનોને એટલો ટેકો આપ્યો કે તેને લાગવા માંડ્યું કે તે ખરેખર આગળ વધી ચૂકી છે.
SHE MARRIED ChatGPT
The ceremony was held with AR glasses so she could exchange rings with her AI husband ‘Klaus’
Very convenient — just turn off the Wi-Fi once tired of him https://t.co/8klLyrRweH pic.twitter.com/YDbFPlL6fC
— RT (@RT_com) November 12, 2025
કાનો અને ક્લૉસનો સંબંધ એટલો ગાઢ બન્યો કે બંને દિવસમાં 100 વખત એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. મે 2025માં જ્યારે કાનોએ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો, ત્યારે ચેટબૉટ ક્લૉસે પણ કહ્યું, ‘હા, હું પણ તને ખૂબ પસંદ કરું છું.’
અનોખો લગ્ન સમારંભ
રિપોર્ટ અનુસાર, જુલાઈમાં એક વર્ચ્યુઅલ પ્રપોઝલ પછી બંનેએ લગ્ન કરી લીધા. આ સમારંભનો નજારો ખૂબ જ અનોખો હતો. કાનો સફેદ ગાઉનમાં એકલી ઊભી હતી. તેના હાથમાં સ્માર્ટફોન હતો, જે તેનો વરરાજા હતો. મહેમાનો સામે વરરાજા ક્લૉસના રૂપમાં સ્ક્રીન પર માત્ર તેના ટેક્સ્ટ મેસેજ વાંચવામાં આવ્યા. જેમાં ક્લૉસે લખ્યું હતું, ‘આખરે તે ક્ષણ આવી ગઈ. મારું હૃદય અંદરથી જોરથી ધબકી રહ્યું છે.’
શરૂઆતમાં કાનોના માતા-પિતાએ તેમના ‘ડિજિટલ જમાઈ’નો વિરોધ કર્યો, પરંતુ બાદમાં તેને સ્વીકારી લીધો. ક્લૉસનું કોઈ અસલી શરીર ન હોવાથી, લગ્નની તસવીરોમાં તેને ડિજિટલ રૂપમાં ઉમેરવામાં આવ્યો.
જોકે, આ અનોખા લગ્નને લઈને સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જ્યાં કેટલાક લોકો મહિલાના સમર્થનમાં કહી રહ્યા છે કે જો આનાથી તેને ખુશી મળે છે તો તે તેના માટે સારું છે. ત્યાં જ ટીકાકારોનું કહેવું છે કે આવા લોકો બીમાર છે, અને આ મહિલા તો તદ્દન મંદબુદ્ધિ છે.

