Jasprit Bumrah બુમરાહનો બ્લાસ્ટ: ટેસ્ટ ઇતિહાસમાં નવો માઈલસ્ટોન
Jasprit Bumrah ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો છે. શાનદાર બોલિંગ પ્રદર્શન સાથે તેણે 27 ઓવરમાં 74 રનમાં 5 વિકેટ ઝડપી અને ભારત તરફથી વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ લેનાર બોલર બની ગયા છે. આ સાથે તેણે કપિલ દેવનો 12 વિકેટનો રેકોર્ડ તોડી 13 વખત પાંસઠ વિકેટ મેળવ્યા છે.
બુમરાહનો ટેસ્ટ કારકિર્દીનો ગૌરવ
ટેસ્ટ ડેબ્યૂ: 2018
કુલ ટેસ્ટ મેચ: 47
કુલ વિકેટ: 215
પાંચ વિકેટ ઇનિંગ: 15
વિદેશી ધરતી પર પાંચ વિકેટ ઇનિંગ: 13 (રેકોર્ડ)
ODI વિકેટ: 149
T20I વિકેટ: 89
ત્રીજી ટેસ્ટની મેચ સ્થિતિ:
ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ: 387 રન
જો રૂટ: 104 રન (સદી)
બ્રાયડન કાર્સ: 56
જેમી સ્મિથ: 51
ભારત તરફથી વિકેટ:
બુમરાહ: 5
મોહમ્મદ સિરાજ: 2
નીતિશ રેડ્ડી: 2
રવિન્દ્ર જાડેજા: 1
બુમરાહને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી ટેસ્ટમાં કમબેક કરીને તેણે પોતાની કક્ષાનું આગવું પ્રદર્શન કર્યુ. તેણે ફરી એકવાર સાબિત કર્યું કે વિદેશી પિચ પર તે ભારતનો સૌથી ઘાતક બોલર છે.