શું તમારું જીઓ સિમ અચાનક બંધ થઈ ગયું? જાણો તેને ફરી શરૂ કરવાનો સૌથી સસ્તો રસ્તો
ઘણીવાર આપણે એક સેકન્ડરી સિમ કાર્ડ રાખતા હોઈએ છીએ, જેમાં આપણે રિચાર્જ કરાવવાનું ટાળીએ છીએ અને માત્ર ઇનકમિંગ કોલ્સ માટે જ તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હવે આ રમત લાંબો સમય ચાલશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, જીઓ એવા ગ્રાહકોના કનેક્શન કાપી રહ્યું છે જેઓ વર્ષોથી નેટવર્કનો ઉપયોગ તો કરે છે પણ કંપનીને કોઈ આવક નથી આપતા.
જાણ કર્યા વગર જ સિમ થઈ રહ્યા છે બંધ
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર ટેક એક્સપર્ટ અભિષેક યાદવ અને અન્ય યૂઝર્સ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે તેમના નંબર કોઈ પણ પૂર્વ સૂચના કે મેસેજ વગર અચાનક બંધ થઈ ગયા છે. જ્યારે તેમણે કસ્ટમર કેરમાં વાત કરી ત્યારે જાણવા મળ્યું કે લાંબા સમયથી રિચાર્જ ન હોવાને કારણે કંપનીએ તે નંબર ‘ડીએક્ટિવેટ’ કરી દીધો છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો તમે ૯૦ દિવસ સુધી રિચાર્જ ન કરાવો તો નંબર બંધ થઈ શકે છે, પરંતુ જીઓ અત્યારે ખાસ કરીને એવા યૂઝર્સ પર તવાઈ બોલાવી રહ્યું છે જેમણે લગભગ એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ પ્રકારનું રિચાર્જ કરાવ્યું નથી.
શા માટે જીઓ લઈ રહ્યું છે આ પગલું?
ટેલિકોમ સેક્ટરમાં એક્ટિવ યૂઝર્સની સંખ્યા જાળવી રાખવી કંપની માટે મહત્વની હોય છે. ઇનએક્ટિવ સિમ કાર્ડ્સ કંપનીના સંસાધનો રોકે છે અને ટેકનિકલ આંકડાઓમાં પણ બોજ બને છે. વળી, કંપની ઈચ્છે છે કે દરેક યૂઝર ઓછામાં ઓછું મિનિમમ રિચાર્જ તો કરાવે જ. જો તમે માત્ર ફ્રી ઇનકમિંગ સર્વિસનો લાભ લો છો, તો હવે તમારો નંબર પણ જોખમમાં હોઈ શકે છે.
નંબર જીવતો રાખવા માટેના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન્સ
જો તમારે તમારો જીઓ નંબર બંધ થતો અટકાવવો હોય, તો તમારે એક નાનું અમથું રિચાર્જ કરાવવું પડશે. જીઓ પાસે એવા કેટલાક પ્લાન્સ છે જે ખિસ્સાને ભારે પણ નથી પડતા અને તમારું સિમ પણ એક્ટિવ રાખે છે.
૧. જીઓનો ₹૧૧ વાળો ડેટા પેક (સૌથી સસ્તો વિકલ્પ)
જો તમારે માત્ર સિમને રિચાર્જની હિસ્ટ્રીમાં લાવવું હોય, તો આ સૌથી બેસ્ટ પ્લાન છે.
-
કિંમત: ₹૧૧
-
લાભ: આમાં તમને ૧૦ GB હાઈ-સ્પીડ ડેટા મળે છે.
-
વેલિડિટી: આ પ્લાનની વેલિડિટી માત્ર ૧ કલાકની જ છે.
-
નોંધ: આમાં કોલિંગ કે SMS મળતા નથી, પરંતુ તે સિમને એક્ટિવ રાખવા માટે એક ‘ટ્રાન્ઝેક્શન’ તરીકે કામ કરે છે. જો તમારી પાસે પહેલેથી કોઈ બેઝ પ્લાન હોય, તો તેની ઉપર આ ડેટા કામ કરશે.
૨. જીઓનો ₹૧૦૩ વાળો OTT પ્લાન
જો તમારે થોડા લાંબા સમય માટે નિશ્ચિંત થવું હોય, તો આ પ્લાન અત્યંત લોકપ્રિય છે.
-
કિંમત: ₹૧૦૩
-
લાભ: આમાં કુલ ૫ GB ડેટા મળે છે.
-
વેલિડિટી: આ પ્લાન ૨૮ દિવસની વેલિડિટી આપે છે.
-
ખાસિયત: આ પ્લાન સાથે તમને મનોરંજનનો પણ લાભ મળે છે. તમે MyJio એપ દ્વારા JioHotstar, SonyLIV, ZEE5 જેવી કોઈ પણ એક OTT સેવાનું સબ્સ્ક્રિપ્શન પસંદ કરી શકો છો. આ સસ્તું અને ફાયદાકારક પેક છે.
સિમ કાર્ડ એક્ટિવ રાખવા માટે કેટલીક જરૂરી ટિપ્સ
ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે ક્યારે છેલ્લું રિચાર્જ કરાવ્યું હતું. જો તમે તમારો જૂનો કે મહત્વનો નંબર (જે બેંક કે આધાર સાથે લિંક હોય) ગુમાવવા નથી માંગતા, તો આ વાતોનું ધ્યાન રાખો:
-
નિયમિત રિચાર્જ: ઓછામાં ઓછું દર ૩ કે ૪ મહિને એક નાનું ટોપ-અપ અથવા ડેટા પેક રિચાર્જ કરાવતા રહો.
-
વપરાશ: તે નંબર પરથી મહિનામાં એકાદ-બે વાર કોઈને કોલ કરો અથવા કોઈના ફોન રિસીવ કરો.
-
માય જીઓ એપ: MyJio એપ પર લોગિન રહો જેથી તમને પ્લાનની એક્સપાયરી વિશે નોટિફિકેશન મળતા રહે.
-
બેંક લિંકિંગ: યાદ રાખો કે જો તમારો નંબર બેંકમાં આપેલો હોય અને તે બંધ થઈ જાય, તો નવો નંબર અપડેટ કરાવવો ખૂબ મુશ્કેલ બની શકે છે.

