અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
9 Min Read

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ

04 ઓક્ટોબર 2025

દિવ્યભાસ્કરની વેબસાઈટના પત્રકાર સામે 3 ઓક્ટોબર 2025માં ફરિયાદ કરવા માટે પોલીસે સચિવાલયની મંજૂરી લીધી હતી.

- Advertisement -

અમદાવાદના મીડિયા જગતને કલંકિત કરે એવો બ્લેકમેઈલિંગ કિસ્સો બહાર આવ્યો છે. દિવ્યભાસ્કરની ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.10 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
એમનું પત્રકારત્વ જોખમી અને સંશોધનાત્મક રહ્યું છે. તેમણે અનેક સત્તાધિશોને નારાજ કરતાં અહેવાલ આપ્યા છે. ડીસા આગ કાંડમાં 18 લોકોના મોત થયા ત્યારે સત્તામાં બેઠેલા લોકોએ તેને દબાવી દેવા માટે કેવા કારનામાં કર્યા તે બહાર લાવવામાં સફળતા મળી હતી.
દીર્ધાયુને તેની સંસ્થા દ્વારા શ્રેષ્ઠ સંશોધન અહેવાલ બદલ 3 પુરસ્કારો મળ્યા હતા.

આમ તેમની સ્ટોરી સત્તાધિશોને પરેશાન કરતી હતી. તેમના કેટલાક અહેવાલોના વિષયો અહીં આપવામાં આવ્યા છે.

- Advertisement -

અનેક સમાચાર માધ્યમોમાં કામ કરી ચૂકેલા પત્રકાર દીર્ધાયુ વ્યાસ પર આરોપ છે કે તેમણે જ્વેલર્સના એક ગ્રુપ પાસેથી તેમની સામે ચાલી રહેલી પોલીસ તપાસ ‘પતાવવા’ના નામે રૂ.10 લાખની માંગણી કરી હતી, અને બાદમાં વધુ પૈસા ન આપવા બદલ GSTના દરોડા અને બદનામી કરવાની ધમકી આપી હતી.

મણિનગરના રહેવાસી અને રતનપોળ સ્થિત સહજાનંદ કોમ્પ્લેક્સમાં સોનાના દાગીનાનો વર્કશોપ ચલાવતા જ્વેલર પરેશ નગીનદાસ સોની (ઉં. 49) એ ગુરુવારે ફરિયાદ નોંધાવી છે. સોની અને તેમના ભાગીદારો કમલેશ ઉર્ફે કમલ કેશવજી જાદવ અને ગુલઝારભાઈએ દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો જે અન્ય વેપારીઓ સાથેના વિવાદમાં ફેરવાયો હતો. આ મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો, જ્યાં ભાગીદારોને પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

WhatsApp Image 2025 10 04 at 5.28.01 PM

- Advertisement -

વચેટિયો વકીલ

30 સપ્ટેમ્બરના રોજ સોની અને તેમના ભાગીદારો વકીલને તેની ઓફિસે મળ્યા હતા. વકીલ ઇલ્યાસ પઠાણે કહ્યું હતું કે આ મામલો ‘સંવેદનશીલ’ છે અને તેને ક્રાઇમ બ્રાન્ચમાં કાળજીપૂર્વક હેન્ડલ કરવો પડશે. તેમણે કથિત રીતે સંકેત આપ્યો હતો કે આ મુદ્દો ઉકેલવા માટે એક પત્રકાર સહિતના લોકોને ચૂકવણી કરવી પડશે.

વકીલે કહ્યું કે, ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના પત્રકાર દિર્ધાયુ વ્યાસ આ મામલો સંભાળી રહ્યા છે. જો અમે તાત્કાલિક રૂ.10 લાખ રોકડા નહીં આપીએ, તો ક્રાઇમ બ્રાન્ચમાં અમારી અરજીનો નિકાલ થશે નહીં.

વકીલની વાત પર વિશ્વાસ રાખીને જ્વેલર્સે રૂ.10 લાખ રોકડા આપી દીધા હોવાનો દાવો કર્યો છે. જોકે, દિવસો વીતવા છતાં પોલીસ તપાસ ચાલુ રહેતા તેમણે વકીલ અને પત્રકાર પાસે જવાબ માંગ્યો.

જવાબને બદલે ધમકી મળી હતી. દિર્ધાયુ વ્યાસે સોીનને ફરીથી ફોન ન કરવાની ધમકી આપી હતી.

પત્રકારે કહ્યું કે, સેકન્ડ-રેટ સોનાનો ધંધો કરો છો. તમારા વર્કશોપ પર GSTના દરોડા પડાવશે. તેમણે મીડિયામાં બદનામ કરવાની અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાઠ ભણાવવાની ધમકી આપી.

ક્રાઇમ બ્રાન્ચની તપાસ

પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જ્વેલર્સે પોલીસ સુરક્ષાના ખોટા વચનો આપીને છેતરવામાં આવ્યા હોવાનો અને પછી મીડિયામાં બદનામીની ધમકી આપીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે.

પોલીસ મની ટ્રેઇલ અને વચેટિયાઓની કથિત ભૂમિકા ચકાસી રહી છે. સંડોવાયેલા લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી જ ફરિયાદોની તપાસ થશે. આરોપીઓની મિલકતો કેટલી છે તે કયા માર્ગે મેળવવામાં આવી છે તેની તપાસ થશે.

(નોંધઃ મુખ્ય ધારાના પત્રકારો ધવલ પટેલ, મહેશ લાંગા પછી આ ત્રીજા પત્રકાર છે, જેમની સામે ભાજપની વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં ગુના નોંધાયા છે. મહેશ લાંગા હજુ જેલમાં છે. મહેશ લાંગા પણ ભાજપના પોલ ખોલતા અહેવાલો આવતા રહ્યા હતા. આ ત્રણ પત્રકારો સસ્તાને સતત પડકારતાં રહ્યાં છે.)

તો પ્રશ્ન એ સામે આવે છે, ખરેખર આ ફરિયાદ સાચી છે કે, તેમના સંશોધાત્મક અહેવાલોથી સરમુખત્યારો પરેશાન હતા તે કારણ છે? તેમણે ગુનો કર્યો છે કે કેમ, તે સાબિત અદાલતમાં થશે. જોકે દીર્ધાયું અગાઉ વિવાદમાં આવ્યા હતા. તેમનો બચાવ કરવા નહીં પણ બન્ને પાસા બતાવવાનો અહીં પ્રયાસ છે.

WhatsApp Image 2025 10 04 at 5.28.08 PM

પુરસ્કાર

તપાસ અહેવાલ માટે દૈનિક ભાસ્કર દ્વારા દીર્ધાયુને 3 વખત સન્માનિત કરવામાં આવ્યા હતા. હકીકતો, ડેટા અને જમીન પર પત્રકારત્વ દ્વારા સત્તા સમક્ષ સત્ય લખવાનો એ મુખ્ય ભાગ હતો.

ત્યારે દીર્ધાયુએ લખ્યું હતું કે, મારું માનવું છે કે પત્રકારત્વે ફક્ત સમાચારો જ નહીં, પણ સમાચારોને પણ પડકાર આપવો જોઈએ.
પત્રકારત્વ હંમેશા મારો શોખ રહ્યો છે, અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મારા રિપોર્ટિંગ માટે દૈનિક ભાસ્કર તરફથી એવોર્ડ મેળવીને હું સન્માનિત અનુભવું છું. આભારી છું, કારણ કે થોડા મહિનામાં આ મારો ત્રીજો એવોર્ડ છે. દરેક માન્યતા મને યાદ અપાવે છે કે હું જે કરું છું તે શા માટે કરું છું.

સંશોધાત્મક અહેવાલ

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન તરીકે IAS, IPSની કરમકુંડળી, કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન, ક્રિપ્ટોથી કન્સ્ટ્રક્શન સુધી કાળી કમાણી, પુરાવા છતાં સરકારે 48 ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ રોકી, પાવરફુલ લોકોના પગ ધ્રૂજાવે એવો ઘટસફ્ટોટ 12 ફેબ્રુઆરીએ દીર્ધાયુએ કર્યો હતો.

WhatsApp Image 2025 10 04 at 5.28.05 PM

દિવ્ય ભાસ્કર સ્ટિંગ પર મારી તાજેતરની તપાસ વાર્તા પછી સરકાર તંત્રની બેદરકારી સામે સફાળી જાગી. જો અધિકારીઓ ફરિયાદ નહીં લે તો સરકાર તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપશે તેવી ચીમકી આપી હતી. ગુજરાત સરકાર લેખિતમાં કહ્યું હતું કે, તમામ એફઆઈઆર દ્વારા નોંધો, નોંધ તો નોંધો કાર્યવાહી કરો.

જેલ સુરક્ષા જોખમમાં

યુવક જેલમાં ગયો ને 24 કલાકમાં જ જેલરનાં નામે પરિવારને આવ્યો ફોન, રૂપિયા માગી સાબરમતી જેલમાં જલસાની ઓફર, ગુજરાતની સૌથી મોટી જેલની સુરક્ષા શંકાના ઘેરામાં, જુઓ, જેલ કે જલસાઘર? ગુરુવારે સવારે 6 વાગ્યાથી માત્ર દિવ્ય ભાસ્કર એપ પર

WhatsApp Image 2025 10 04 at 5.28.03 PM

ડીસા ફટાકડા કાંડ

‘આપણી વિચારધારાનો માણસ છે, રિપોર્ટ પોઝિટિવ આપજો’ : એક મહિના સુધી ડીસાના ગોડાઉનનો નેગેટિવ રિપોર્ટ દબાવી રાખ્યો, મોટા ગજાના નેતાની ભલામણ બની 22 નિર્દોષોના મોતનું કારણ, ફટાકડાના ગોડાઉનમાં ચાર-ચાર રાજકારણીઓેને કેમ રસ પડ્યો? ભાસ્કર પાસે અગ્નિકાંડનો બોલતો પુરાવો, જુઓ ‘ફૂટેલી સિસ્ટમ’, 17 એપ્રિલ

બ્લેકમેઇલિંગ

પહેલાં બોડી બિલ્ડિંગનું મોટિવેશન, પછી વીડિયો બતાવી બ્લેકમેઇલિંગ; ગુજરાતના મોટા શહેરોમાં ફિટનેસના નામે દવા-ઇન્જેક્શનનો ધીકતો ધંધો, જિમ ટ્રેનર બન્યાં જીવલેણ દવાના પેડલર, કેવી રીતે શોધે છે ટાર્ગેટ? કઈ રીતે ચારથી વધુ રાજ્યોમાં ફેલાયું નેટવર્ક?

WhatsApp Image 2025 10 04 at 5.28.04 PM 1

Articles by Dirghayu Vyas

Police Heat On Mehsana Travel Agents Who Pushed Chaudhury Family On Boat Ride – 2 years ago

Cricket Betting Racket Probe Taken From SIT, Handed To Monitoring Cell; Power Corridors Aflutter

1800 करोड़ का क्रिकेट सट्टा – डीजीपी ने जांच एसएमसी को सौपी

Kiran Patel To Be Brought To Ahmedabad On Friday Night

8 People Arrested In Ahmedabad Over Modi Hatao, Desh Bachao Posters

पूर्व मंत्री के भाई का बांग्ला हड़पने की किरण पटेल ने की थी कोशिश , मामला दर्ज

Conman Patel’s Visiting Card Printed In Maninagar

गुजरात: बॉबी मामले में पुलिस के हाथ नाकामी

क्रिकेट में 170,70,43,359.85 करोड़ रुपये की सट्टेबाजी देख अहमदाबाद पुलिस के हाथ-पांव फूले

Ahmedabad Cops Bowled By Rs 170,70,43,359.85 Crore Cricket Betting Googly

Tough Cop Vasava Cracks Whip On Errant Police Personnel

Ahmedabad Art Gallery 079 Stories Organises Event Without Police Permission

Khoya Paya Officers The Real Heroes As They Locate 60 Missing Children

Police: Only Five Applications Submitted For New Parties In Ahmedabad

Pakistani Boat With Drugs And Weapons Caught

Modi-Shah Cover All 182 Gujarat Constituencies

Private Jets, Double-Engine Aircraft…Elections Means Princely Privileges

Gujarat Bootleggers Smuggle Liquor In Pushpa Style

From Selling Fruit To Liquor, The Rise Of Bootlegging King Vinod Sindhi

मोरबी केबल ब्रिज टूटाः 44 की मौत, 100 से अधिक लापता

Arbuda Sena Convention Reiterates Demand To Release Vipul Chaudhary

IPS Gets Surprise Birthday party Organized Through Crony, Collects 50 Tolas Of Gold

Gujarat: Ahmedabad Is Domicile To Nearly 3,000 Pakistani Hindus

લઠ્ઠાકાંડમાં એમોસ કંપનીના માલિક સમીર પટેલને ક્રાઇમ બ્રાંચ અને ATSએ કોના ઇશારે જવા દીધો

Gujarat Hooch Tragedy: Court Denies Anticipatory Bail To Samir Patel

Gujarat Ki Beti Who Was Buried Alive By Her Parents Dies On Raksha Bandhan

Unemployment Led Us To Bury Her Alive: Abandoned New-Born Baby’s Mother

Beti Bachao In Gujarat: Newborn Found Buried Alive in Farm

Malpur Mamlatdar sets Twitter target for Talati

Spurious Liquor Claims 28 Lives In Dry Gujarat

Spurious Liquor Claims 11 Lives In Dry Gujarat

Kudos To Ahmedabad Police. A Pervert Molesting Children Has Been Nabbed.

Police Inspector “Takes Care” Of Govt Officials Arrested For Taking Bribe

No, Gujarat Anti Corruption Bureau Has Not Struck a 30 Crore Deal With GPCB Sec Shah

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.