જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સહિત સ્ટાફે કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ લાલઘુમ થઈ ગઈ છે અને કહ્યું કે રાજીનામુ આપી ભાજપ માં જઈ શકો છો.
રાજ્ય માં વિધાનસભા ની ચુંટણીઓ અગાઉ રાજ્કીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે યાર્ડના ભૂમિ પૂજન અને ખેડૂતના કાર્યક્રમ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્ર ગોટીયા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની છાપ વાળો ખેસ પહેરીને કાર્યક્રમ માં હાજર રહેતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ થયો હતો. માત્ર કુલપતિ જ નહીં પરંતુ યુનિવર્સિટીના પદાધિકારીઓએ પણ ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા વિવાદ ઉભો થયો છે અને કોંગ્રેસ દ્વારા આ વાત ની ટીકા કરવામાં આવી રહી છે.
કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યુ છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ રાજીનામુ આપી સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જવું જોઈએ.