Karun Nair Replacement ઈશ્વરન અને સુદર્શન બની શકે છે વિકલ્પ
Karun Nair Replacement ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કરુણ નાયરના ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રદર્શનથી નિરાશા પ્રસરી રહી છે. લગભગ ત્રણ વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરતા કરુણ નાયરથી ઘણી અપેક્ષાઓ હતી. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રન બનાવ્યા બાદ તેની પસંદગી કરાઈ હતી, પરંતુ તે આ મોકાને પકડી શક્યો નહીં. ઈંગ્લેન્ડ પ્રવાસમાં મળેલી તક બાદ તેણે માત્ર 131 રન જ બનાવ્યા છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં તે એકદમ નિષ્ફળ ગયો હતો. પ્રથમ ઇનિંગમાં શૂન્ય રન પર આઉટ થયો અને બીજી ઇનિંગમાં માત્ર 20 રન બનાવી શક્યો. બીજી ટેસ્ટમાં થોડી ફાઇટ આપી, પરંતુ મોટો સ્કોર નહીં કરી શક્યો. તેણે 31 અને 26 રનની ઇનિંગ રમીને ચમકાવા પ્રયત્ન કર્યો, પણ બહુ અસરકારક ના ઠર્યો. ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તેણે 40 અને 14 રન બનાવ્યા, પરંતુ તેનો ફોર્મ આક્રમક ઈંગ્લેન્ડ બોલિંગ સામે પલળી ગયો.
આજે કરુણ નાયર ભારતીય ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનની નબળી કડી સાબિત થઈ રહ્યો છે. એવી સંભાવના છે કે ચોથી ટેસ્ટ મેચથી તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવે. તેની જગ્યાએ બે ખેલાડીઓ મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે – અભિમન્યુ ઈશ્વરન અને સાઈ સુદર્શન.
1. અભિમન્યુ ઈશ્વરન
અભિમન્યુ ઈશ્વરન એક અનુભવી ઘરેલુ ખેલાડી છે. તેણે અત્યાર સુધી 103 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 7841 રન બનાવ્યા છે જેમાં 27 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનું ટેકનિકલ ગેમ સોલિડ છે અને તેઓ લાંબી ઇનિંગ રમી શકે તેવું સાબિત પણ કર્યું છે. જોકે, હજી સુધી તેમને આંતરરાષ્ટ્રીય ટેસ્ટમેચ રમવાની તક નથી મળી.
2. સાંઈ સુદર્શન
સાઈ સુદર્શનએ T20 અને લિસ્ટ-એ ફોર્મેટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1987 રન અને લિસ્ટ-એમાં 1396 રન બનાવ્યા છે. સૌપ્રથમ ટેસ્ટમાં તેનો ડેબ્યૂ થયો હતો, પરંતુ તે માત્ર 30 રન બનાવી શક્યો. તેમ છતાં, તે ભવિષ્ય માટે એક હોનહાર વિકલ્પ છે.
હવે જોવું એ રહેશે કે શું કરુણ નાયરને એક વધુ તક મળશે કે નવા ચહેરાઓને મોકો આપવામાં આવશે.