‘ભારત-અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે અમે તૈયાર…’, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ફરી આપી ધમકી
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભડકાઉ નિવેદન આપ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાન ટુ-ફ્રન્ટ વૉર (બે મોરચે યુદ્ધ) માટે તૈયાર છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનની આર્મી પૂર્વીય સરહદ પર ભારત સાથે અને પશ્ચિમી સરહદ પર અફઘાનિસ્તાન સાથે યુદ્ધ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ઇસ્લામાબાદ બ્લાસ્ટ અને TTP
ખ્વાજા આસિફનું આ નિવેદન ઇસ્લામાબાદમાં થયેલા એક આત્મઘાતી વિસ્ફોટના થોડા દિવસો પછી આવ્યું છે, જેમાં 12 લોકોના મોત થયા હતા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ હુમલાએ એકવાર ફરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે તણાવ વધાર્યો છે. ઇસ્લામાબાદે કાબુલ પર TTP ને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે, જ્યારે અફઘાનિસ્તાન આ આરોપનો ઇનકાર કરતું રહ્યું છે.

દિલ્હી બ્લાસ્ટ પર આપ્યું બેતુકો નિવેદન
આ પહેલાં ખ્વાજા આસિફે દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને કહ્યું હતું કે તે તો માત્ર ‘ગેસ સિલિન્ડર વિસ્ફોટ’ હતો. તેમણે ભારત પર આરોપ લગાવ્યો કે તે આ ઘટનાનો ‘રાજકીય ફાયદો ઉઠાવવા’નો પ્રયાસ કરી રહ્યું છે.

