વૈશ્વિક અને સ્થાનિક બજારના સંકેતોની અસર
અત્યારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો અને સ્થાનિક બજારમાં વેચાણના દબાણને કારણે કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં નરમાઈનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે, જે હવે વધુ સ્પષ્ટ બની રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં સોનું 400 રૂપિયા સસ્તુ
બુધવારે દિલ્હીની સરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹400 ઘટીને ₹1,00,020 થઈ ગયો છે, જયારે મંગળવારે આ ભાવ ₹1,00,420 હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર 99.5% શુદ્ધતાવાળું સોનું પણ ₹350 ઘટીને ₹99,700 પ્રતિ 10 ગ્રામ (કર સહિત) પર પહોંચી ગયું છે. માર્કેટમાં સટોકિસ્ટો દ્વારા વધતા વેચાણના કારણે સ્થાનિક દબાણ વધુ રહ્યું.
ચાંદીમાં ₹1,500 નો ઘટાડો
20 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. બુધવારે ચાંદીનો ભાવ ₹1,500 ઘટીને ₹1,12,500 પ્રતિ કિલોગ્રામ (કર સહિત) રહ્યો હતો, જ્યારે એ અગાઉના દિવસ ₹1,14,000 હતો. વૈશ્વિક બજારમાં પણ ચાંદીની કિંમતોમાં લગભગ 1% નો ઘટાડો જોવા મળ્યો હતો.
શા માટે ઘટ્યા ભાવ?
HDFC સિક્યોરિટીઝના વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે ચાલી રહેલી શાંતિપૂર્ણ ચર્ચાઓ બાદ ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થયો છે. એ સાથે જ ડોલર મજબૂત થયો છે, જેના પરિણામે રોકાણકારોએ સોનામાંથી નિકાસ શરુ કરી છે, અને આ કારણે કિંમત ઘટી છે.
સ્થાનિક બજાર પર પણ અસર
પ્રેશિયસ મેટલ રિસર્ચના વિશ્લેષક માનવ મોદીના જણાવ્યા મુજબ, ડોલર ઇન્ડેક્સ અઠવાડિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. USD/INR 87ના સ્તરે પોઇંન્ટ લોસ થયો છે, જેના કારણે સ્થાનિક બજાર પર ભાવ ઘટાડાનો દબાણ વધ્યો છે. હવે સૌની નજર યુએસ ફેડની આગામી નીતિ અંગે છે, જે ભાવોને વધુ અસર કરશે.