Surat સુરત જિલ્લાના કોસંબાના યુવા વકીલને વર્ષ ૨૦૨૦ માં બે જૂથની સામસામે ની એફ આઈ આર માં ખોટી રીતે નામ નોંધવામાં આવ્યું હતું. જેતે સમયે વકીલ બનવા સમયે પોતાના ઘરે હોવાના સીસીટીવી ફૂટેજ સાથે કક્ષાએ રજૂઆત કરવામાં આવતા ધરપકડ કરવામાં આવી ન હતી. ત્યાં બાદ પોલીસ અધિક્ષક એ અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ ને એક રિપોર્ટ કરી જાણ કરી હતી કે વકીલે રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ અને ફોટોગ્રાફ્સ પંચનામું કરીને રેકોર્ડ પર લઈને ખરાઈ માટે એફ એસ એલ ગાંધીનગર ખાતે મોકલ્યા છે. એફ એસ એલ તરફથી ખરાઈ સર્ટિ આવતા અરજદાર ની રજૂઆત મુજબ બી સમરી ભરી આગળ ની કાર્યવાહી કરવાની નોંધ કરી છે.એફ એસ એલ માં નિદોર્ષ છતાં પોલીસના ચોપડે આરોપી તરીકે નામ ચાલુ જ છે.
આમ છેલ્લા પાંચ વર્ષથી કોસંબા પોલીસ એફ એસ એલ ગાંધીનગર થી ખરાઈ પ્રમાણપત્ર મેળવવામાં કોઈ રસ દાખવ્યો ન હતો છેવટે નામદાર હાઈકોર્ટેએ ૧૭/૨/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષકે અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ ને કરેલ રિપોર્ટ ને હાઈકોર્ટે રેકોર્ડ પર લઈને કોસંબા પોલીસ ને એફ એસ એલ ગાંધીનગર થી ખરાઈ પ્રમાણપત્ર મેળવી ને હાઈકોર્ટે માં રજુ કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે નું આકરું વલણ જોઈને પોલીસ તાત્કાલિક એફ એસ એલ માંથી પ્રમાણપત્ર મેળવી લાવી હતી પરંતુ ગત્ હાઈકોર્ટે ની સુનવણીમાં પ્રમાણપત્ર રજૂ કરી શકી ન હતી ત્યારે સરકારી વકીલે પ્રમાણપત્ર રજૂ કરવા માટે સમય ની માંગ કરી હતી. છેલ્લા છ મહિનાથી પોલીસ પાસે એફ એસ એલ રિપોર્ટ આવી ગયો છે. છતાં હાઈકોર્ટે માં પણ રજૂ કરતી નહીં કે મેજીસ્ટ્રેટ કોર્ટ માં પણ બી સમરી નો કોઈ રિપોર્ટ કરતી નથી.
અરજદાર એડવોકેટ બિલાલ કાગઝી સાથે વાત કરતા જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજ મુજબ હું બનાવ સમયે ઘરે હાજર હતો તે સાબિત થયું છે અને એફ એસ એલ નો રિપોર્ટ મારી તરફેણમાં આવ્યો છે છતાં કોસંબા પોલીસ કોઈ અગમ્ય કારણોસર મુખ્ય સચિવ ને પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યે કરેલા રિપોર્ટ મુજબ મારુ નામ કમી કરવાની કોઈ કાર્યવાહી કરી રહી નથી જે બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
આમ કોસંબા પોલીસ છેલ્લા પાંચ વર્ષથી એક વકીલને ન્યાય માટે રંજાડતી હોય તો સામાન્ય વ્યક્તિઓ નું થાય? એવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. એક બાજુ પોલીસ સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેતી હોય છે અને એજ રીતે સીસીટીવી ફૂટેજ ના આધારે કોઈ નિર્દોષ વ્યક્તિને છોડતી કેમ નથી એ વાત પણ વિચારવાની છે પોલીસ ના બેવડા ધોરણો કહેવાય કે પછી તપાસ અધિકારીઓ ની મનમાની એવા સમજાતી નથી. હાલ તો વકીલે પોલીસ અધિક્ષક તથા ઉચ્ચ અધિકારીઓ ને લેખિત રજૂઆત કરી ન્યાય માટે આહવાન કર્યું છે હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ કયારે આ કેસમાં સક્રિય થઈ ને વકીલનુ નામ કમી કરતો રિપોર્ટ મેજીસ્ટ્રેટને સક્ષમ કયારે કરે છે.