ભુજ તાલુકાનું કુનરીયા ગામ બન્યું કચ્છનું સ્વચ્છ “મોડેલ ગામ”
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૭ ઓકટોબર ૨૦૦૧ના ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૪ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા.૭ થી આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાણી થઈ રહી છે. રાજ્ય સરકારના સહયોગથી કચ્છના ગામડાઓ વિકાસ સાધી ખરા અર્થમાં વિકાસયાત્રામાં સહભાગી બની રહ્યા છે. આવા જ વડાપ્રધાનના “સ્વચ્છ ભારત મિશન”ના ધ્યેયને કચ્છના ભુજ તાલુકાના એક ગામે સાર્થક કરી બતાવ્યું છે. કચ્છમાં આવેલું કુનરીયા સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બની સ્વચ્છ “મોડેલ ગામ” તરીકે ઉભર્યું છે.
કુનરીયા ગામનું સર્વાંગી વિકાસ મોડેલ
કુનરીયા ગામની સિદ્ધિ માત્ર સ્વચ્છતા પૂરતી સીમિત નથી, પરંતુ તેણે સર્વાંગી વિકાસનું એક મોડેલ પ્રસ્તુત કર્યું છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અહીં સફળતાપૂર્વક કાર્યરત થઈ છે, જેના ફળ સ્વરૂપે ગામ આજે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે.
ભુજ તાલુકાનું કુનરીયાએ રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ ગામ જાહેર કરવામાં આવ્યું.
આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યું છે. કુનરીયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે. આ ગામના ગ્રામજનો સરકારના અભિયાનોને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોશે હોંશે ભાગ લે છે. કુનરિયા ગામ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે.