‘જનતા જ કેમ બલિદાન આપે?’: પીએમ મોદીની અપીલ પર કુનિકા સદાનંદનો ધારદાર સવાલ અને ઇન્દિરા ગાંધીના ત્યાગની યાદ
ભારતીય રાજનીતિમાં અત્યારે ‘સોનું અને બલિદાન’ ચર્ચાના કેન્દ્રમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને અર્થતંત્રને મજબૂત કરવા માટે કેટલીક બાબતોમાં કાપ મૂકવાની અપીલ કરી, જેના પર વિવાદ છેડાયો છે. આ વિવાદમાં જાણીતી અભિનેત્રી અને સામાજિક કાર્યકર કુનિકા સદાનંદે ઝંપલાવ્યું છે. કુનિકાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ ટાંકીને વર્તમાન નેતૃત્વની કથની અને કરની વચ્ચેના તફાવતને ખુલ્લો પાડ્યો છે.
પીએમ મોદીની અપીલ અને જનતાનો ફાળો
હૈદરાબાદની એક રેલીમાં વડાપ્રધાન મોદીએ દેશના લોકોને સંબોધતા કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વધતા વિદેશી હુંડિયામણના ખર્ચને જોતા નાગરિકોએ એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તેમણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને ખાદ્ય તેલના વપરાશમાં ૧૦% ઘટાડો કરવાની અપીલ કરી હતી. સરકારના મતે આ દેશભક્તિનું કામ છે અને તેનાથી દેશની ઊર્જા સુરક્ષા મજબૂત થશે.
જોકે, આ અપીલ સામે વિપક્ષો અને સામાજિક કાર્યકરોએ સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા પાસેથી જ હંમેશા બલિદાનની અપેક્ષા કેમ રાખવામાં આવે છે?
કુનિકા સદાનંદનો પલટવાર: “સમસ્યા બલિદાનની નથી, સક્રિયતાની છે”
કુનિકા સદાનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર રજત શર્માના એક વીડિયોનો જવાબ આપતા પોતાની વાત રજૂ કરી હતી. રજત શર્મા પીએમની અપીલનો બચાવ કરી રહ્યા હતા કે વિદેશી મુદ્રા બચાવવામાં શું વાંધો છે? તેના જવાબમાં કુનિકાએ લખ્યું કે, “સરજી, અમે નાગરિકો હંમેશા દેશ માટે ઉભા રહ્યા છીએ. સમસ્યા બલિદાન આપવાની નથી, પરંતુ આ સમસ્યાઓને રોકવા માટે અગાઉથી જે સક્રિય પગલાં લેવા જોઈતા હતા તેની ઉણપ છે.”
કુનિકાએ નેતાઓની ‘કથની અને કરની’ પર પ્રહાર કરતા કહ્યું કે જનતાને શિખામણ આપતા પહેલા નેતાઓએ પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
*Good Morning.*
*To be a leader is to lead by one’s own example…!!!*
*Expression:*
Everyone knows what is right and what is not. But the one who is able to live by what is right, and shows the same in his words and actions is the one who is able to inspire others to bring…
— Kunickaa Sadanand (@Kunickaa) May 12, 2026
ઇન્દિરા ગાંધીના ઝવેરાત અને ૧૯૬૨નું યુદ્ધ
કુનિકાએ પોતાની વાતને મજબૂત કરવા માટે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધના સમયને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યારે દેશ પર આફત આવી હતી, ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ માત્ર જનતાને અપીલ નહોતી કરી, પરંતુ પોતે પણ પોતાના અંગત ઘરેણાં દેશના સંરક્ષણ ભંડોળમાં દાન કરી દીધા હતા.
તે સમયે દેશમાં ભારે દેશભક્તિનો જુવાળ હતો. ઇન્દિરા ગાંધીના આ પગલાથી પ્રેરાઈને સામાન્ય મહિલાઓએ પોતાના સોનાના મંગળસૂત્ર અને બાળકોએ પોતાની ગલ્લા (પિગી બેંક) તોડીને સેનાની મદદ માટે પૈસા આપ્યા હતા. કુનિકાનો તર્ક એવો છે કે જ્યારે નેતા પોતે ત્યાગ કરે છે, ત્યારે જનતા સ્વેચ્છાએ જોડાય છે.
She led by example, donated all her jewellery 🙏Jai Shri Ram.
Let the leader start by being transparent on the PM Cares fund, and donate money from the huge corpus of his party🙏🏻 Shiv Shambho. https://t.co/yZQCcBoQiM
— Kunickaa Sadanand (@Kunickaa) May 12, 2026
પારદર્શિતા અને પક્ષના ભંડોળ પર સવાzલ
કુનિકાએ વર્તમાન સરકારને આરસી બતાવતા કહ્યું કે, “નેતાએ વડાપ્રધાન કલ્યાણ નિધિ (PM Cares Fund) જેવી બાબતોમાં પારદર્શિતા જાળવવી જોઈએ. જો દેશ આર્થિક સંકટમાં હોય, તો નેતાઓએ પોતાની પાર્ટીના વિશાળ ફંડમાંથી દાન આપવું જોઈએ.” તેમનો ઈશારો ભાજપ પાસે રહેલા અબજો રૂપિયાના ફંડ તરફ હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે જે નેતા સાચા માર્ગ પર ચાલે છે અને પોતાના શબ્દો તથા કર્મોમાં સમાનતા રાખે છે, તેને જનતાને પ્રેરિત કરવા માટે લાંબા ભાષણોની જરૂર પડતી નથી.
Never getting into politics again, i want to be one of the voices of India, and it’s ppl.🙏🏻 and hopefully male a difference😇 https://t.co/pr6XqstDAT
— Kunickaa Sadanand (@Kunickaa) May 12, 2026
રાજનીતિમાં જોડાવાની અટકળો પર વિરામ
કુનિકા જે રીતે રાજકીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહી છે, તેને જોતા સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમને સવાલ કર્યો કે શું તેઓ સક્રિય રાજકારણમાં જોડાઈ રહ્યા છે? કુનિકાએ આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું, “હું હવે ક્યારેય રાજકારણમાં નહીં આવું. હું માત્ર ભારત અને અહીંના લોકોનો અવાજ બનવા માંગુ છું. હું એવી આશા રાખું છું કે મારી વાતથી સમાજમાં કોઈ સકારાત્મક પરિવર્તન લાવી શકું.”
