કચ્છ માં કમોસમી વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે,રાજ્ય માં વરસાદ પડવાની આગાહી વચ્ચે કચ્છ માં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે અને આકાશ માં વાદળો ચડી આવવા સાથે વરસાદ પડ્યો છે.
કચ્છ માં વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લા મથક ભુજ સહિત નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં ઝરમર વરસાદ પડવાના અહેવાલ સામે આવી રહયા છે.
ભુજમાં ઝરમર છાંટા પડી રહ્યા છે. તો નખત્રાણા અને તાલુકાના ટોડીયા અને તેની આસપાસના ગામોમાં ઝરમર વરસાદ પડ્યો છે, અબડાસા તાલુકાના નલિયામાં આજે વહેલી સવારે વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. ઉપરાંત રામપર અબડા, ગોયલા, મોખરા, છાડુરા, તેરા, જગડિયા, ઐડા, બુટા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ થઈ જતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે પરિણામે ખેડૂતો માં ચિંતા ની લાગણી પ્રસરી જવા પામી છે.