Bhachau: નવી મોટી ચિરઈમાં યુવાનોના યોગદાનને સન્માન આપતો ભવ્ય સમારંભ યોજાયો
Bhachauનવી મોટી ચિરઈ ગામે આવેલા મોમાઈમાં ના મંદિર ખાતે નવયુવકો અને નિવૃત અને નિમણુંક થયેલાઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વીન સિંહ જાલુભા જાડેજા ઈન્ડીયન એરફોર્સમાં ૨૦ વર્ષ સર્વીસ કરી નિવૃત થયા અને GPSC પરીક્ષા જનરલ કેટેગરીમાં પાસ કરી Class 1/2 મા S.T.O. (સ્ટેટ ટેક્ષ ઓફિસર) તરીકે નવી નિમણુંક થયેલ તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તદ ઉપરાંત CGSTમાં ધરમવિરસિંહ રણજીતસિંહ જાડેજાએ પ્રમોશન મેળવી જોઈન્ટ કમિશ્નર બની ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હાલમાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા લેવાયેલ પરીક્ષામાં પાસ થયા અને કલાર્ક તરીકે નિમણૂક થતાં હરજીતસિંહ પ્રવીણસિંહ જાડેજાનું અને ગામના અન્ય યુવાનોનો પણ MBBS… AGP…. અને ઉચ્ચ હોદ્દો મેળવનારનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અઘ્યક્ષ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, શક્તિ ઘામ ભુજ ટ્રસ્ટના પ્રમુખ મેઘુભા એન ઝાલા, ભચાઉ એ પી એમ સી પ્રમુખ વાઘુભા કે જાડેજા, પુર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના અઘ્યક્ષ સુરુભા એ જાડેજા, દિનેશચંન્દ્ર રાવલ એડવોકેટ અંજાર, રાપર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ હમીરજી સોઢા, રણજીતસિંહ ભીખુભા જાડેજા ટીલાટ, મુકેશભાઈ સુથાર P.I. I.B. ગાંધીધામ , જાવેદભાઈ સિંધી મામલતદાર ગાંધીધામ, હિતેશભાઈ ચૌધરી APP અંજાર કોર્ટ, દેવેન્સભાઈ ખાંભલા APP ગાંધીધામ કોર્ટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા AGP ભચાઉ કોર્ટ, નવનીતભાઈ ગજ્જર પ્રમુખ ટીમ્બર એશોસિયન કંડલા તથા ડૉ. રાજેન્દ્ર શાહ પુર્વ પ્રમુખ GDA ગાંધીધામ તથા તાલુકા પંચાયત ભચાઉ ના પુર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિત કચ્છના રાજકીય અને સામાજિક પ્રતિનિધિઓ અને મોટી ચિરઈનાં વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકમનુ સંચાલન રામભા ગઢવી તથા પુર્વ સરપંચ હરપાલસિંહ જાડેજા એ કરેલ હતું તેમજ મહાપ્રસાદનું આયોજન અશ્વીનસિંહ જાલુભા જાડેજા પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું.