Kutch અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ગૃહ મંત્રીને લખ્યો લેટર બોમ્બ
- અબડાસામાં અધિકારીઓ ધારાસભ્યનું પણ નથી સંભાળતા હોવાનું લેટરમાં ઉલેખ અબડાસામાં અધિકારી રાજ
- અબડાસામાં નાનામોટા દબાણો દૂર ના કરવા માટે લખ્યો પત્ર
Kutch હાલ જિલ્લામાં દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે અબડાસામાં નાના મોટા ધંધાર્થીઓ દબાણ દૂર ના કરવા માટે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને લખ્યો પત્ર
મહા પાલિકામાં કીમતી જમીન ઉપર દબાણ હટવામાં આવે છે તે યોગ્ય છે પંરતુ અબડાસામાં જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તે મહા પાલિકા કરતા જુદી છે અને કિંમતી જમીન નથી : પી.એમ જાડેજા (અબડાસા ધારાસભ્ય )
અબડાસા બોર્ડર વિસ્તાર છે જો નાના લોકોના દબાણ તોડવામાં આવશે તો સરહદી વિસ્તારમાંથી લોકો પલાયન કરશે અને બોર્ડર ખાલી થઈ જશે : (અબડાસા ધારાસભ્ય )
ગુનેગારોનું દબાણ હટાવું તે યોગ્ય છે પરંતુ કોઈ વ્યક્તિ પર વર્ષો અગાઉ નાનો-મોટો કેશ થયો હોય અને હાલે કોઈ કેશ બાકી ન હોય અને કેશો પુરા થઇ ગયા હોય અને હાલે સારી રીતે સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનશીક ત્રાસ આપવો યોગ્ય : પી.એમ જાડેજા (અબડાસા ધારાસભ્ય )
મોટા ખનીજચોરો છે તેઓની ખનીજચોરી બંદ કરાવવા અમો દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંદ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ દબાણ ઉપર બિલ્ડિંગ બનાવી દબાણ કર્યો છે તે જમીન ખુલી કરાવવી જરૂરી છે : અબડાસાના ધારાસભ્ય
મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉધ્યોગ દ્વારા મોટાયાપે દબાણ કરવામાં આવી રહ્યું છે : અબડાસાના ધારાસભા
હોશિયાર માણસો છે તેવા લોકો તો આવી સરકારી જમીનો પાસ કરાવીને વેચી પણ નાખે છે : અબડાસાના ધારાસભ્ય
ખોટી રીતે નોટીશો આપીને લોકોને માનશીક ત્રાસ ન આપવામાં આવે અને જયારે કોઈ વિકાસનું કામ કરવાનું હશે ત્યારે અમે સાથે રહીને દબાણ હટાવવા તંત્રને સાથ સહકાર આપીશું તેમજ અમુક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે નાના માણસોને કનડગત કરે છે, નાના માણસોને કનડગત કરવી એ કામગીરી ન કહેવાય, અને અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે : અબડાસાના ધારાસભ્ય
અધિકારીઓ દ્વારા મારા વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલા છે અને મીટીંગો થઇ ચુકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે જે બાબતે મારી સખત નારાજગી છે : અબડાસાના ધારાસભ્ય