Kutch: કચ્છ જીલ્લા ના તમામ લોકો સરહદ ના સંત્રી બની પોતાની ફરજ નીભાવે : હાજી જુમા રાયમા
Kutch જય ભારત સાથે જણાવવાનું કે તાજેતર મા પહેલગાવ મા થયેલ આતંકવાદી હુમલા મા નીર્દોષ ભારતીય લોકો શહીદ થયેલ જે બાબતે આતંકીઓ સામે ભારતે કાર્યવાહી કરેલ આતંકીઓ ના કેમ્પ ભારતે નષ્ટ કરેલ જે બાબતે રઘવાયુ થયેલુ પાક. એ ભારત મા વિવિધ જગ્યાએ હુમલા કરવાના પ્રયાસો કરેલ જે તમામ હુમલા ભારતીય સેના એ નાકામ બનાવેલ આપણો કચ્છ જીલ્લો સરહદી જીલ્લો છે તમામ કચ્છવાસીઓ ને સતર્ક રહેવુ પડશે ખાસ કરીને કચ્છ ની બોર્ડર પર મુસ્લિમ સમાજ ની વસ્તી આવેલી છે કચ્છ નો મુસ્લિમ સમાજ હમેશા દેશ નો વફાદાર અને સરહદ ના સંત્રી તરીકે ની ભુમીકા મા રહ્યો છે.
આજે જ્યારે પાકે પોતાની નાપાક હરકતો છુપાવવા યુદ્ધ ની સ્થિતિ ઉભી કરેલ છે ત્યારે ભારતીય સેના ની ત્રણેય પાખો નાપાક ઈરાદા સામે સજ્જ છે અને તમામ પ્રકાર નાપાક પ્રયાસો નિષ્ફળ બનાવેલ છે ત્યારે સરહદ પર રહેતા મુસ્લિમ સમાજ તથા અન્ય તમામ સમાજો એ ખાસ તકેદારી રાખલી પડશે સરહદ પર કોઈ પણ હીલચાલ કે આકાશ પર કોઈ હરકત હોય તો જે તે ગામ ના નાગરિકો એ નજીક ના પોલીસ સ્ટેશન સેના ના અધિકારીઓ અથવા તો કોઈ પણ સરકારી વહીવટી તંત્ર ને તાત્કાલિક જાણ કરે સેન્ય ની સાથે દરેક નાગરિક ની ફરજ છે.
મુસ્લિમ સમાજ માટે પોતાના વતન ની હીફાઝત કરવી એ ફરજ છે અને ઈસ્લામ ધર્મ નો પણ આદેશ છે સરકાર તથા વહીવટી તંમ ની તમામ સુચનાઓ નો અમલવારી કરવી ખોચી અફવાઓ થી બચવુ કોઈ ખોટા મેસેજ ફેલાવવા નહી વોટ્સએપ તથા અન્ય સોસીયલ સાઈટ પર આવતા મેસેજ ની ખરાઈ કરવી વોટ્સએપ ગૃપો મા ખોટી ચર્ચા થી બચવુ તમામ પ્રકારે દેશ ની રક્ષા કરવા સજ્જ અને સજાગ રહે તેવુ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા એ એક અખબારી યાદી મા જણાવ્યું હતું.
આભાર સહ
આપનો વિશ્વાસુ
હાજી જુમા રાયમા
મુસ્લિમ અગ્રણી
કચ્છ
અગ્રણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી